ગુજરાતમાં ચોમાસુ વાતાવરણ વધુ ઉગ્ર બન્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સવારના તાજા ‘નાઉ કાસ્ટ’ અનુસાર, અમદાવાદ શહેર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મુસળધાર વરસી શકે છે. વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અલગ-અલગ વિસ્તારો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યા છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ખૂબ જ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
