પેટમાં અફારો અને સોજો કેમ આવે છે? જાણો પેટ ફૂલવા પાછળ જવાબદાર કારણો વીશે
ચણા, વાલ, વટાણા કે રાજમા જેવા કઠોળ ગેસ બનાવે છે, જેનાથી પેટ ફૂલે છે.
સોડા, કોલ્ડ્રિંક્સ કે બિયર પીવાથી પેટમાં હવા ભરાય છે અને સોજો આવે છે.
લેક્ટોઝ ઈન્ટોલરન્સ ધરાવતા લોકોમાં દૂધ કે ચીઝ ખાવાથી પેટ ભારે થઈ જાય છે.
પિઝા, બર્ગર કે પ્રોસેસ્ડ ફૂડ પચવામાં ભારે હોવાથી પેટ ફૂલવાની સમસ્યા થાય છે.
સુગર-ફ્રી ચ્યુઇંગમ કે સ્વીટનર્સ પાચનતંત્રમાં સરળતાથી પચતા નથી અને ગેસ વધારે છે.
ખૂબ ઝડપથી ખોરાક ચાવ્યા વગર ખાવાથી વધુ હવા પેટમાં જાય છે અને પેટ ફૂલે છે.