એકપણ રૂપિયાના ખર્ચ વિના જૂનો ફોન બનશે સીસીટીવી કેમેરા!
તમારા જૂના અને નવા બંને મોબાઈલ ફોનમાં 'AlfredCamera' અથવા 'WardenCam' એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બંને ફોનમાં એક જ ગૂગલ (Google) અથવા ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને લોગ-ઇન કરો.
જૂના ફોનને એપ્લિકેશનની અંદર 'Camera' (કેમેરા) તરીકે સેટ કરો જેથી તે રેકોર્ડિંગ કરી શકે.
નવા ફોનને એપ્લિકેશનમાં 'Viewer' (વ્યુઅર) તરીકે સેટ કરો જેથી તમે તેના પર લાઈવ ફૂટેજ જોઈ શકો.
જૂના ફોનને ઘરના એવા ખૂણામાં સેટ કરો જ્યાંથી આખો રૂમ કે મુખ્ય દરવાજો બરાબર દેખાય.
કેમેરો સતત ચાલુ રહે તે માટે જૂના ફોનને ચાર્જર સાથે કનેક્ટ કરીને જ રાખો.