હેલ્મેટ ખરીદતા પહેલા આટલું ચકાસો
વાહનને લઈને રસ્તાઓ પર નીકળતા અકસ્માતમાં મોતના જોખમથી બચવા હેલ્મેટ બહુ ઉપયોગી છે
હેલ્મેટ બહુ જરૂરી છે, જયારે પણ તેની ખરીદી કરો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન જરૂર રાખો
હેલ્મેટ ખરીદતા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) નું અસલી ISI (IS:4151) પ્રમાણપત્ર માર્ક અવશ્ય જુઓ, જે તેની મજબૂતાઈની ગેરંટી આપે છે.
હેલ્મેટની પટ્ટી (ચીન સ્ટ્રેપ) અને તેનું લોક મજબૂત હોવું જોઈએ. લોક સરળતાથી ખુલી કે બંધ થઈ શકે તેવું અને ઉચ્ચ ગુણવત્તાવાળું હોવું જરૂરી છે.
હેલ્મેટ ન તો બહુ ઢીલું હોવું જોઈએ ન તો બહુ ટાઈટ. તેને માથા પર પહેરીને ચેક કરો કે તે બરાબર ફિટ બેસે છે કે નહીં, જેથી ડ્રાઈવિંગ વખતે તે હલી ન જાય.
હેલ્મેટનો કાચ (વાઈઝર) એકદમ સાફ, સ્ક્રેચ-રેઝિસ્ટન્ટ અને એન્ટી-ફોગ હોવો જોઈએ, જેથી રાત્રિના સમયે કે વરસાદમાં પણ સામેનું દ્રશ્ય સ્પષ્ટ દેખાય.
હાફ-ફેસ હેલ્મેટના બદલે હંમેશા ફુલ-ફેસ હેલ્મેટ પસંદ કરો, જે અકસ્માત સમયે તમારા આખા ચહેરા, જડબા અને માથાને સંપૂર્ણ સુરક્ષા આપે છે
બહુ વજનદાર હેલ્મેટ પહેરવાથી દુખાવો થાય છે એટલે હળવું છતાં મજબૂત હેલ્મેટ પસંદ કરો. આ સાથે તેની ઉત્પાદન તારીખ પણ ચેક કરો.