શિક્ષણમાં અવ્વલ છતાં હકો માટે લડત, જાણો ઈરાની મહિલાઓના સંઘર્ષ અને સાહસ વીશે
શિક્ષણમાં મોખરે: ઈરાનમાં મહિલાઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ છે અને ત્યાંની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા પુરુષો કરતાં પણ વધુ જોવા મળે છે.
ઈરાની મહિલાઓએ જાહેર સ્થળોએ હિજાબ પહેરવા સહિતના ઘણા કડક ધાર્મિક અને કાનૂની નિયમોનું પાલન કરવું પડે છે.
પોતાના હક અને સમાનતા માટે ઈરાની મહિલાઓ લાંબા સમયથી મોટા પાયે આંદોલનો અને સામાજિક સંઘર્ષ કરી રહી છે.
કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સિનેમા જેવા ક્ષેત્રોમાં ઈરાની મહિલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે.
તમામ પ્રકારના સામાજિક પ્રતિબંધો અને મર્યાદિત સુવિધાઓ વચ્ચે પણ તેઓ વૈશ્વિક ખેલકૂદ સ્પર્ધાઓમાં સક્રિયપણે ભાગ લે છે.
ઈરાનનો ઈતિહાસ સાક્ષી છે કે ત્યાંની મહિલાઓ અત્યંત હિંમતવાન છે અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવામાં હંમેશા મહત્વની ભૂમિકા ભજવે છે.