ઘરે બનાવેલી આદુ-લસણની પેસ્ટમાંથી દુર્ગંધ આવવા લાગી હોય તો તેનું કારણ ખોટી રીતથી બનાવવું અથવા યોગ્ય રીતે સ્ટોર ન કરવું હોઈ શકે છે.
આદુ અને લસણને સારી રીતે ધોઈને સંપૂર્ણ સુકવી લીધા પછી જ પેસ્ટ બનાવવી.
ભેજ રહેવાથી પેસ્ટ ઝડપથી ખરાબ થઈ શકે છે.પેસ્ટ બનાવતી વખતે થોડું મીઠું અને તેલ ઉમેરવાથી તેની શેલ્ફ લાઇફ વધે છે.
પેસ્ટને એરટાઇટ કાચની બોટલમાં ભરી રાખવી.
પ્લાસ્ટિકના ડબ્બાની જગ્યાએ કાચની બરણી વધુ સારી ગણાય છે.
પેસ્ટ કાઢતી વખતે હંમેશા સૂકી અને સ્વચ્છ ચમચીનો ઉપયોગ કરવો.
ભીની ચમચીનો ઉપયોગ કરવાથી પેસ્ટમાં ફૂગ લાગી શકે છે.
હંમેશા સ્વચ્છ અને સૂકા મિક્સર જારનો ઉપયોગ કરવો.
ફ્રિજમાં રાખેલી પેસ્ટ સામાન્ય રીતે 2 થી 3 અઠવાડિયા સુધી સારી રહે છે.
લાંબા સમય માટે સ્ટોર કરવી હોય તો તેને નાના ભાગોમાં ફ્રીઝ કરી શકાય છે.