ભારતમાં સવાર-સાંજ કે ટાઈમ પાસ માટે ચા પીવી એ દૈનિક જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે.
ચા પીવી ખરાબ નથી, પરંતુ રાત્રે કે બપોરે જમ્યા પછી તરત જ ચા પીવાની આદત શરીરને બીમાર કરી શકે છે.
નિષ્ણાંતોના મતે જમ્યા પછી ચા પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
ચામાં મુખ્યત્વે કેફીન, ટેનિન, એન્ટીઑકિસડન્ટ્સ (પોલીફેનોલ્સ) અને એલ-થિએનિન જેવા તત્વો જોવા મળે છે.
જમ્યા પછી તરત જ ચા પીવાથી ખોરાકમાંથી મળતા પોષક તત્વો શરીરને મળતા નથી અને તે પાચનને બગાડે છે.
આ આદતથી શરૂઆતમાં અપચો, કબજિયાત, પેટ ભારે લાગવું, પેટ ફૂલવું અને એસિડિટી જેવી તકલીફો થાય છે.
ચામાં રહેલું 'ટેનિન' ખોરાકમાંથી આયર્નને શોષાવા નથી દેતું, જેના કારણે એનિમિયા (લોહીની કમી) થઈ શકે છે.
દૂધ અને ખાંડવાળી ચા કેલરી વધારે છે, જે લાંબા ગાળે વજન વધારવા અને ડાયાબિટીસ માટે જવાબદાર બને છે.
ચામાં રહેલું કેફીન શરીરમાં કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) ના સ્તરને પ્રભાવિત કરે છે.
જમ્યા પછી તરત ચા પીવાથી ખોરાકનું પ્રોટીન ઘટી જાય છે, જેનાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે અને પેટમાં કાયમી ગેસ-અપચો રહે છે.