ઈડલી એક એવી વાનગી છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વસ્થ પણ છે.
તે નાસ્તામાં ખાવા માટે એક ઉત્તમ પસંદગી છે. ઇડલી અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે.
તમે રવા ઇડલી બનાવી શકો છે. જેમાં સોજીને થોડું શેકીને તેમાં દહીં, પાણી અને મીઠું ઉમેરીને ખીરું બનાવવામાં આવે છે.
મૂંગ દાળ ઈડલી બનાવવા માટે, પહેલા મગની દાળને પલાળીને પીસવામાં આવે છે, પછી બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ અને મીઠું ઉમેરવામાં આવે છે.
પાલક ઈડલી બનાવવા માટે ચોખા અને અડદની દાળને પલાળીને પીસવામાં આવે છે, પછી બારીક સમારેલી પાલકના પાન અને મીઠું ઉમેરવામાં આવે છે.
સોજી અને ઓટ્સને પહેલા થોડું શેકવામાં આવે છે અને પીસવામાં આવે છે. પછી તેમાં દહીં, પાણી અને મીઠું ભેળવીને ઇડલી બનાવવામાં આવે છે.
મસાલા ઈડલી બનાવવા ઈડલીના નાના ટુકડા કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં સરસવ, અડદની દાળ, ચણાની દાળ, કઢી પત્તા અને લીલા મરચાં ઉમેરીને વઘારો.
આ ઉપરાંત તમે ઘી પોડી ઇડલી, થટ્ટે ઇડલી, મિનિ ઇડલી ચાટ વગેરે જેવી ઇડલી પણ બનાવી શકો છો.