દૂધ રોજિંદા જીવન અને સ્વાસ્થ્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે. બાળકોના વિકાસથી લઈને પુખ્ત વયના લોકોના હાડકાં મજબૂત બનાવવા સુધી, દરેક વ્યક્તિ દૂધ પર આધાર રાખે છે
શું તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે જે દૂધ પીઓ છો તે ખરેખર તમને ફાયદો પહોંચાડે છે, કે પછી તે રોગને આમંત્રણ આપી રહ્યું છે?
આજકાલ લોકો નફો મેળવવા દૂધમાં મિલાવટ કરતા ખચકાતા નથી.ત્યારે એ જાણવુ જરૂરી છે કે દૂધ અસલી છે કે પછી મિલાવટ વાળુ?
ઢાળવાળી સપાટી પર દૂધનું ટીપું ઝડપથી વહી જાય અને પાછળ સફેદ લીટી ન છોડે, તો તેમાં પાણી ભળેલું છે.
કાચની શીશીમાં દૂધ હલાવતા જો વધુ પડતો અને લાંબો સમય રહે તેવો ઘટ્ટ ફીણ બને, તો તેમાં ડિટર્જન્ટ છે.
અસલી દૂધમાં કુદરતી મીઠી સુગંધ હોય છે, જ્યારે નકલી દૂધમાંથી સાબુ કે કેમિકલ જેવી દુર્ગંધ આવે છે.
દૂધના ટીપાંને આંગળીઓ વચ્ચે ઘસવાથી જો સાબુ જેવી વધુ પડતી ચીકાશ જણાય, તો તે સિન્થેટિક દૂધ છે.
અસલી દૂધ ઉકાળવા છતાં સફેદ જ રહે છે, જ્યારે નકલી દૂધ ગરમ કરવાથી પીળું પડી જાય છે.
દૂધમાં આયોડિન સોલ્યુશનના ૨-૩ ટીપાં નાખતા જો તેનો રંગ વાદળી (બ્લુ) થઈ જાય, તો તેમાં સ્ટાર્ચ છે.
જો દૂધનો સ્વાદ કુદરતી મીઠાશને બદલે કડવો, તૂરો કે અજીબ લાગે, તો તે પીવાનું ટાળો.
મિલાવટી દૂધ પીવાથી પેટની બીમારીઓ, ફૂડ પોઇઝનિંગ અને કિડની સંબંધિત ગંભીર રોગો થઈ શકે છે.