આજકાલ ઇન્ટરનેટ પર એક ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે. આમાં, લોકો AI ટૂલનો ઉપયોગ કરીને 3D મોડેલની નાની મૂર્તિઓ જેવી તસવીરો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
સામાન્ય ભાષામાં તેને “Nano Banana” ટ્રેન્ડ પણ કહેવામાં આવી રહ્યું છે આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી, તે સંપૂર્ણપણે મફત છે.
જો તમે પણ તમારી આવી જ 3D તસવીર બનાવવા માંગો છો તો તમે પણ એકદમ સરળતાથી આ AI ટૂલનો ઉપયોગ કરીને તમારી 3D તસવીર બનાવી શકશો.
સૌથી પહેલા તો તમારા ફોનમાં ગુગલ જેમિની ડાઉનલોડ કરો ત્યાર બાદ Google AI Studio પર ક્લિક કરો
હોમ પેજ પર Gemini 2.5 Flash Imageનો વિકલ્પ મળશે તેમાં તમને કેવા પ્રકારનો ફોટો જોઈએ છે તેનો પ્રોમ્પ્ટ નાખો.
3D પિક્ચર માટે પ્લસ ના આઇકન પર ક્લિક કરીને પિક્ચર અપલોડ કરો ત્યારબાદ ફોટો થોડી સેકંડમાં તૈયાર થઈ જશે અને છેલ્લે તમારા ફોનમાં ફોટો ડાઉનલોડ કરો અને શેર કરો.