કેટલાં સમયમાં ટોવેલ બદલી નાખવો જોઇએ? અને કેમ?
સામાન્ય રીતે દર ૩ થી ૪ ઉપયોગ પછી તમારા ટોવેલને ધોઈ નાખવો જોઈએ.
ભીના ટોવેલમાં બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ગંદા ટોવેલનો ઉપયોગ કરવાથી ત્વચા પર ખંજવાળ કે એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
જો ટોવેલમાંથી સતત ભેજની દુર્ગંધ આવતી હોય, તો તેને તરત જ બદલી નાખવો જોઈએ.
દર ૨ વર્ષે નવા ટોવેલ ખરીદવા જોઈએ કારણ કે તે તેની શોષણ શક્તિ ગુમાવી દે છે.
ટોવેલને હંમેશા સૂર્યપ્રકાશમાં સૂકવવો જોઈએ જેથી તેમાં રહેલા કીટાણુઓ નાશ પામે.
દરેક સભ્યએ પોતાનો અલગ ટોવેલ રાખવો જોઈએ જેથી ચેપ ફેલાતો અટકે.
તમે એકાદ વર્ષ પછી જો ટોવેલ બદલી દો તો વધારે સારૂં રહેશે.