ચીનના ઝોંગ શાનશાન, જે પાણી વેચીને બન્યા દેશના સૌથી અમીર વ્યક્તિ!

ઝોંગ શાનશાન ચીનના સૌથી અમીર બિઝનેસમેન અને અબજોપતિ છે.

તેઓ ચીનની સૌથી મોટી પેકેજ્ડ વોટર (બોટલ્ડ વોટર) કંપની 'નોંગફુ સ્પ્રિંગ' ના સ્થાપક અને ચેરમેન છે.

બોટલિંગ પ્લાન્ટ ઉપરાંત, તેઓ ફાર્માસ્યુટિકલ કંપની 'વન્ટાઈ બાયોલોજિકલ' માં મોટો હિસ્સો ધરાવે છે, જે વેક્સિન અને ડાયગ્નોસ્ટિક કિટ્સ બનાવે છે.

બિઝનેસ વર્લ્ડ અને મીડિયામાં તેઓ તેમની શાંત લાઈફસ્ટાઈલ અને લાઈમલાઈટથી દૂર રહેવાના કારણે 'લોન વુલ્ફ' તરીકે ઓળખાય છે.

અમીર બનતા પહેલાં તેમણે બાંધકામ મજૂર, અખબારના પત્રકાર અને પીણાંના સેલ્સમેન તરીકે પણ કામ કર્યું હતું.

1996માં સ્થાપેલી તેમની પાણીની કંપનીએ ચીનના પેકેજ્ડ વોટર માર્કેટ પર એકચક્રી શાસન સ્થાપ્યું અને તેમને અબજોપતિ બનાવ્યા.

તેઓ એશિયાના પણ અગ્રણી અબજોપતિઓમાં સ્થાન ધરાવે છે અને તેમની કંપનીઓ સતત વૈશ્વિક સ્તરે ગ્રોથ કરી રહી છે.

More Web Stories

સર્વ શક્તિથી લઇને શિવાલિક આ રીતે LPG લાવનારા જહાજના પડે નામતેલ અને ગેસ સિવાય કઇ વસ્તુઓ આવે છે હોર્મુઝ સ્ટ્રિટથીકેટલા વર્ષોમાં ઓગળી શકે આખી દુનિયાનો બરફ, જો આવુ થાય તો શુ થાય?વ્હાઇટ હાઉસ કેટલું જૂનું છે?View All