Wechat publishd list nose picking ban on Chinese Social Media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીનમાં નાકમાં આંગળી નાંખી Video બનાવનારની ખેર નથી, ઇન્ટરનેટ સાથે જોડાયેલ અજીબોગરીબ નિયમ

ચીનમાં નાકમાં આંગળી નાંખી Video બનાવનારની ખેર નથી, ઇન્ટરનેટ સાથે જોડાયેલ અજીબોગરીબ નિયમ

 | 1:54 pm IST
  • Share

ચીનના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીચેટે સામાન્ય નિયમોની એક યાદી રજૂ કરી છે. તેમાં કહ્યું છે કે જો કોઇ યુઝર્સે નાકમાં આંગળી નાંખીને વીડિયો શેર કર્યો તો તેણે નિયમોનું ઉલ્લંઘન કર્યું મનાશે અને તાત્કાલિક હટાવી દેવાશે. એટલું જ નહીં નાના-નાના બાળકોને પીઠની તરફ થપ્પડ મારનાર વીડિયો અને ફોટોને પણ પ્રતિબંધિત કરી દીધા છે.

સરકારના દબાણમાં વીચેટે લગાવ્યા નવા પ્રતિબંધ

દુનિયાભરમાં વીચેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા 1 અબજથી વધુ છે. આ ચીનની સૌથી લોકપ્રિય સોશિયલ મેસેજિંગ એપ પણ મનાય છે. તાજેતરના દિવસોમાં ચીનમાં આ એપ પર અશ્લીલતા અને હિંસાને પ્રોત્સાહિત કરવાના ઘણા આરોપ લાગ્યા છે. આ એપને બનાવનાર કંપની ટેંસેંટ હોલ્ડિંગ લિમિટેડમાં ચીનની કોમ્યુનિસ્ટ સરકારે મોટું રોકાણ કર્યું છે. આથી આ પ્લેટફોર્મે પોતાની છબીને સુધારવા માટે પ્રતિબંધોની યાદી પ્રકાશિત કરી છે.

વીચેટના ચેનલ ટુલથી ખુશ નથી કોમ્યુનિસ્ટ પાર્ટી

વીચેટે ગયા વર્ષે ચેનલ ટુલને લોન્ચ કર્યું હતું. તેના દ્વારા યુઝર્સ લાઇવ સ્ટ્રીમ કરે છે અને બીજા યુઝર્સ તેને જુએ પણ છે. ચીનના સરકારી અધિકારી આ ટુલ દ્વારા દેશમાં રાજકીય ગતિવિધઓને પ્રોત્સાહિત કરવાનું અને અશ્લીલતા ફેલાવાનું માધ્યમ માને છે. એવામાં ટેંસેંટની ઉપર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નજર વધારવા સિવાય બીજો કઇ વિકલ્પ નહોતો.

70થી વધુ પ્રતિબંધોની યાદી રજૂ

ચીનના આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પ્રતિબંધોની જે યાદી પ્રકાશિત કરી છે તેમાં 70થી વધુ સામાન્ય ઉલ્લંઘન બતાવ્યા છે. વાત એમ છે કે બાળકોને પાછળની તરફ થપ્પડ મારવી અને નાકમાં આંગળી નાંખવી હવે પ્રતિબંધિત રહેશે. વીચેટ વિદેશોમાં રેતા લાખો ચીની લોકો માટે સંચારનું એક મુખ્ય સાધન છે. તેઓ આ એપ દ્વારા ચીનમાં હાજર પોતાના પરિવાર સાથે સંપર્ક ધરાવે છે, કારણ કે ત્યાં ફેસબુક મેસેન્જર, વ્હોટએપ, ટ્વિટર અને ગૂગલ જેવા અન્ય પ્લેટફોર્મ પ્રતિબંધિત છે.

ગયા વર્ષે ભારત અને અમેરિકાએ વીચેટને કરી હતી પ્રતિબંધિત

ચીનની સાથે લદ્દાખમાં થયેલી હિંસક અથડામણ બાદ ગયા વર્ષે ભારતે ચીનના કેટલાંય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પ્રતિબંધિત કર્યા હતા. આ પ્રતિબંધોની યાદીમાં વીચેટનું પણ નામ હતું. ત્યારબાદ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વીચેટને પોતાના દેશમાં પ્રતિબંધિત કરી દીધી હતી. તેમનો આરોપ હતો કે ચીન પોતાની એપ દ્વારા અમેરિકન લોકોની જાસૂસી કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન