શું અમૃતા સિંઘને વિનોદ ખન્ના માટે લાગણી હતી? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • શું અમૃતા સિંઘને વિનોદ ખન્ના માટે લાગણી હતી?

શું અમૃતા સિંઘને વિનોદ ખન્ના માટે લાગણી હતી?

 | 12:13 am IST
  • Share

અમૃતા સિંઘ સાથે ઘણા લોકોનાં નામ ચર્ચાયેલાં છે. માત્ર બોલિવૂડ જ નહીં પણ ક્રિકેટજગતમાંથી પણ અમુક લોકો સાથે અમૃતાના સંબંધ ખૂબ સારા હતા. સૈફ અલી ખાન સાથે લગ્ન કરતાં પહેલાં તેનું નામ રવિ શાસ્ત્રી, સની દેઓલ અને વિનોદ ખન્ના સાથે પણ ચર્ચાઈ ચૂક્યું છે. કહેવાય છે કે વિનોદ ખન્ના અને અમૃતા સિંહના સંબંધો ઘણા જ ઘનિષ્ઠ હતા. બંનેને એકબીજા માટે ઘણી લાગણી હતી. અમૃતા વિનોદને લઇને સીરિયસ પણ હતી, પણ કહેવાય છે કે અમિતાભને આ વાતની જાણ થતાં તેણે અમૃતાની માતાને આ વાત કરતાં વિનોદ તેમની દીકરીથી કેટલો મોટો છે અને આ સંબંધ અયોગ્ય હોવાનું જણાવ્યું હતું. અમૃતાની માતાને આ વાતની જાણ થઇ ત્યારે તેમણે તેને બહુ ખખડાવી અને વિનોદ ખન્નાથી દૂર રહેવા જણાવ્યું હતું. માતાના વિરોધના કારણે થોડા સમય બાદ અંતે અમૃતાએ વિનોદ સાથેના સંબંધ તોડી નાખ્યા હતા. ત્યારબાદ એક પાર્ટીમાં અમૃતા તેની સહેલીઓ સાથે ગઇ હતી, તે સમયે ત્યાં ડેની અને અમિતાભ પણ હતા. થોડી વાર બાદ અમૃતા ડેની અને અમિતાભને મળવા ગઇ હતી. તે સમયે ડેનીએ તેને ડાન્સ ઓફર કરતાં તે અને ડેની ડાન્સ ફ્લોર પર ગયાં હતાં. અમિતાભ પણ થોડી વાર બાદ પાછળ પાછળ ગયો અને તેણે ડેનીને ખસેડીને અમૃતાને અચાનક પકડીને કિસ કરી લીધી હતી. આ ઘટનાથી અમૃતા ખૂબ ડઘાઇ ગઇ હતી અને તેણે ગાળાગાળી કરી હતી. બાદમાં કેતન મહેતાની સમજાવટથી અમિતાભે તેની માફી માંગી અને બંનેએ આ ઘટના ભૂલી જવાનું યોગ્ય જાણ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન