What happened to in 2 year after marriage Nusrat Jahan MP who got married in Turkey
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • તુર્કીમાં લગ્ન કરી સંસાર માંડનાર ગ્લેમરસ સાંસદ નુસરત જહાંને બે વર્ષમાં એવું તો શું થયું કે પતિ નથી ગમતો

તુર્કીમાં લગ્ન કરી સંસાર માંડનાર ગ્લેમરસ સાંસદ નુસરત જહાંને બે વર્ષમાં એવું તો શું થયું કે પતિ નથી ગમતો

 | 2:18 pm IST
  • Share

જાણીતી બંગાળી અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં હાલ પોતાની પર્સનલ લાઈફને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. નુસરત અને તેના પતિ નિખિલ જૈન વચ્ચે હાલ બધું બરોબર નથી. આ બંને પતિ-પત્ની છેલ્લા છ મહિનાથી અલગ રહે છે. નુસરતે ડિસેમ્બરમાં નિખિલનું ઘર છોડ્યું હતું અને હાલ તે તેનાં માતા-પિતા સાથે બાલીગંજ સ્થિત પોતાના ઘરમાં રહે છે.

નુસરત અને નિખિલના લગ્નમાં પહેલેથી જ વિવાદ જોવા મળી રહ્યો છે. 19 જૂન, 2019ના રોજ નુસરત – નિખિલ એક થયા ત્યારથી જ તેઓ લોકોના નિશાના પર છે. જ્યારે કટ્ટરપંથીઓએ તેમના લગ્નને ક્યારેય માન્યતા આપી જ નથી. જ્યારે નુસરત સંસદમાં શપથ સમયે સાડી, મંગલસૂત્ર અને માથામાં સેથાની સાથે જોવા મળી હતી ત્યારે અનેક લોકોએ તેની ટીકા કરી હતી, જેનો જડબાતોડ જવાબ નુસરતે આપ્યો હતો. નુસરત વિરુદ્ધ ફતવો પણ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ બે વર્ષમાં જ એવું તો શું થયું કે મેડ ફોર ઈચ અધર્સ ગણતા આ કપલે અલગ થવાનો નિર્ણય કર્યો છે. એક સમય હતો, જ્યારે નુસરત અને નિખિલની જોડી ટ્રેડિંગ ટોપિક રહેતી હતી, ત્યારે એકાએક એવું તો શું થયું કે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે નુસરત અને નિખિલ જૈન એકબીજાથી જુદા પડ્યા છે. ગયા વર્ષે નવેમ્બરથી બંને એકબીજાથી અલગ રહેતા હતા. આ દરમિયાન નૂસરત જહાંની ગર્ભાવસ્થાના સમાચાર જોર પકડ્યું છે. આ અહેવાલો પર પતિ નિખિલની પ્રતિક્રિયા સામે આવી છે. તેને નુસરતની ગર્ભાવસ્થા વિશે કોઈ માહિતી નથી. નુસરતના નિવેદન બાદ હવે નિખિલની પ્રતિક્રિયા સામે આવી છે.

ખરેખર, અભિનેત્રીની ગર્ભાવસ્થાને લઈને નિખિલે કહ્યું કે, તે બાળક મારું કેવી રીતે થઈ શકે, જ્યારે આપણે છેલ્લા 6 મહિનાથી અલગ રહીએ છીએ. પતિના નિવેદનો પછી, નુસરતે મૌન તોડ્યું અને કહ્યું – તેણી અને નિખિલ વચ્ચે ઇન્ટરફેથ મેરેજ (બે ધર્મના લોકો વચ્ચે લગ્ન) થયા, જેને ભારતમાં કાનૂની માન્યતાની જરૂર હતી, પરંતુ તે બન્યું નહીં. જ્યારે નિખિલ જૈને કહ્યું, “મારા કહેવા મુજબ, તે કાયદેસર હતું. તેણે શું કહ્યું તેના પર હું કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી. અમારો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે. હું સિવિલ શુટ ફાઇલ કર્યું છું. દાવો કરવામાં આવ્યો છે. હું આ મામલો કોર્ટમાં ન આવે ત્યાં સુધી આ અંગે કોઈ કોમેન્ટ નહીં કરું. “

નુસરત જહાં પશ્ચિમ બંગાળના બશીરહાટથી TMCની સાંસદ છે. નુસરતની ગણતરી સૌથી સુંદર યંગ પોલિટિશિયનમાં થાય છે. નુસરત ફિલ્મોમાં પણ સક્રિય છે. તે બંગાળી સિનેમામાં મોટું નામ છે. નુસરતે 2011માં ફિલ્મ શોત્રુથી ડેબ્યુ કર્યું હતું. નુસરત ફિટનેસ ફ્રિક પણ છે. મોડલ કમ બંગાળી અભિનેત્રી નુસરત જહાં સાંસદ બની એ પહેલાંથી જ એક સ્ટાર અને લાઈમલાઈટમાં રહેનારી છે. નુસરતે 2010માં મિસ કોલકાતા ફેર-વન બ્યુટી કોન્ટેસ્ટમાં જીત મેળવી હતી, જે બાદ તેને પોતાનું મોડલિંગ કરિયર શરુ કર્યું. એક જ વર્ષમાં નુસરતને જાહેરાત, સિરિયલ અને બાદમાં ફિલ્મમાં પણ કામ મળવા લાગ્યું હતું. સ્ટારડમ ભોગવી રહેલી નુસરત જહાં બંગાળી સિનેજગતમાં એક અદકેરું નામ ધરાવે છે. 2018માં નિખિલ જૈન સાથે મુલાકાત થઈ એ પહેલાં નુસરતનું નામ અનેક સાથે ચર્ચાયું હતું, જેમાં જમશેદપુરના બિઝનેસમેન વિક્ટર ઘોષ અને કાદિર ખાનનું નામ પણ સામેલ છે.

નુસરત જહાં ત્યારે લાઈમલાઈટમાં આવી જ્યારે તેને રાજકારણમાં એન્ટ્રી લીધી. યંગ, બ્યુટીફુલ અને તેજીલી નેતા હોવાને કારણે ટૂંક સમયમાં જ નુસરત અનેક લોકોની રોલ મોડલ બની ગઈ. ચૂંટણીમાં જીત મળ્યા બાદ નુસરત જહાંએ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા. જોકે આ લગ્ન જીવન માંડ બે વર્ષ જ ચાલ્યું ત્યાં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. આ માટે નુસરત અને તેના કો-સ્ટાર તેમજ ભાજપના નેતા યશ દાસગુપ્તા સાથેના અફેરનું કારણ જવાબદાર છે. નુસરત અને બિઝનેસમેન નિખિલ જૈન 2018માં રિલેશનશિપમાં હતાં. નિખિલ અને નુસરતની મુલાકાત 2018માં જ દુર્ગાપૂજા દરમિયાન થઈ હતી, જે બાદમાં પ્રેમમાં પરિણમી હતી. બંનેએ 1 વર્ષની અંદર જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. 19 જૂન 2019નાં રોજ સાત જન્મો સુધી સાથે રહેવાનો વાયદો કરનારા આ કપલે લગ્નના થોડાં વર્ષોમાં જ અલગ થવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા ઘણા સમયથી નુસરત જહાં, એક્ટર કમ નેતા યશ દાસગુપ્તા સાથે ડેટ કરવાનું સામે આવી રહ્યું છે. નુસરતના લગ્ન ડામાડોળ ચાલી રહ્યા છે, એની વચ્ચે તે છ માસથી પ્રેગ્નેન્ટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નુસરત તથા યશ ફિલ્મ ‘SOS કોલકાતા’ના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરતાં થઈ ગયા હોવાની ચર્ચા છે. આ દરમિયાન બંને રાજસ્થાન ટ્રિપ પર વેકેશન મનાવવા પણ ગયાં હતાં. આ વાતને કારણે જ એવી ચર્ચા થવા લાગી કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. બંને વચ્ચે મિત્રતાથી વધુ ગાઢ સંબંધો છે.

જાણીતી પરંતુ વિવાદાસ્પદ બાંગ્લાદેશી લેખિકા કે જેને જ નુસરત પ્રેગ્નેન્ટ છે તેવી પોસ્ટ કરી હતી, તે તસ્લીમા નસરીન ફેસબુક પર વધુ એક પોસ્ટ કરી છે. તસ્લીમાએ લખ્યું કે, ‘નુસરતના સમાચાર ઘણાં જ જોવા મળી રહ્યાં છે, તે ગર્ભવતી છે. તેના પતિ નિખિલને આ અંગે કંઈ જ ખ્યાલ નથી. બંને છ મહિનાથી અલગ રહે છે. પરંતુ અભિનેત્રી નુસરતને યશ નામના અભિનેતા સાથે પ્રેમ છે. બાળકનો પિતા લોકો તેને જ માની રહ્યાં છે, નિખિલને નહીં. ખબર ખબર છે કે અફવા તે ખબર નથી, આ જ સ્થિતિ રહી તો શું નિખિલ અને નુસરતના તલાક થાય તે સારી વાત નથી? ચામાચીડિયાની જેમ કોઈ પણ અસ્થિર સંબંધને લટકાડવાનો કોઈ જ અર્થ નથી. બંને પાર્ટી તેને અસુવિધાજનક ગણાવે છે, ત્યારે પતિ સાથે ન બનતું હોય તો છૂટાછેડા લેવું જ સારું છે.’

TMC સાંસદ અને એક્ટ્રેસ નુસરતે પ્રેગ્નેન્સી અને પતિ નિખિલ જૈન સાથેના સંબંધો વિશે ઊભા થયેલા સવાલો વિશે આકરો જવાબ આપ્યો છે. નુસરત જહાંએ એનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને નિખિલ પર ઘણા આરોપ લગાવ્યા છે. એ ઉપરાંત તેણે કહ્યું હતું કે તેના અને નિખિલ જૈનના લગ્ન તુર્કી કાયદા પ્રમાણે થયા છે અને આ લગ્ન કાયદા પ્રમાણે ભારતમાં માન્ય નથી. નોંધનીય છે કે નુસરત છેલ્લા છ મહિનાથી તેના પતિથી અલગ રહે છે. હાલ તે પ્રેગ્નેન્ટ છે અને તેના પતિને આ વિશે કઈ ખબર નથી.

નુસરતે તેના નિવેદનમાં લખ્યું હતું કે જે વ્યક્તિ પોતાને પૈસાદાર ગણાવી રહી છે કે વ્યક્તિએ મારો ઉપયોગ કર્યો છે. તેણે ઘણી વખત મારા અકાઉન્ટ્સમાંથી પૈસા લીધા છે. અમે છૂટા પડ્યા પછી પણ તેણે મારા અકાઉન્ટ્સમાંથી પૈસા લીધા છે. મેં ઉચ્ચ બેન્કિંગ ઓથોરિટીને આ વિશે જાણ કરી દીધી છે અને હવે ટૂંક સમયમાં આ વિશે એક પોલીસ ફરિયાદ પણ કરવાની છું. તેણે બહુ ફોર્સ કર્યો, તેથી મેં મારા અને મારા પરિવારની બેન્ક ડિટેલ્સ તેને આપી દીધી હતી. તે મારી જાણ બહાર અને મારી મંજૂરી વગર મારાં જુદાં-જુદાં બેન્ક અકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડતો હતો અને એનો દુરુપયોગ કરતો હતો. મારે આ વિશે ઘણી વખત બેન્ક સાથે ઝઘડો પણ થયો છે અને જરૂર પડશે તો હું આ વિશે પુરાવા પણ રજૂ કરીશ.

નુસરતે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે મારાં કપડાં, બેગ્સ અને ઘણી એસેસરીઝ હજી પણ નિખિલ પાસે છે. મને જણાવતાં ઘણું દુઃખ થાય છે કે મારા પૈતૃક દાગીના જે મારાં માતા-પિતા, મિત્રો અને સંબંધીઓએ આપ્યા હતા એ તેની પાસે છે. મારી કમાણીની ઘણી સંપત્તિ પણ તેણે મારી પાસેથી છીનવી લીધી છે. ઘણી મહેનત પછી મેં મારી એક અલગ ઓળખ બનાવી છે, તેથી મારી ઓળખના આધાર પર મારી સાથે જોડાયેલી કોઈપણ વ્યક્તિને મારા હિસ્સાની લાઈમલાઈટ અથવા ટાઈટલ અથવા ફોલોઅર્સ શેર કરવાનો અધિકાર નથી આપતી. નોંધનીય છે કે નુસરત લગ્ન પહેલાં રાજકારણમાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન