What is the role of Ravi Shastri in the third season of Inside Edge?
  • Home
  • Entertainment
  • Bollywood
  • Inside Edgeની ત્રીજી સિઝનમાં રવિ શાસ્ત્રીનો રોલ કેટલો છે?

Inside Edgeની ત્રીજી સિઝનમાં રવિ શાસ્ત્રીનો રોલ કેટલો છે?

 | 5:03 am IST
  • Share

  • વેબસીરિઝ ઈનસાઈડ એજની ત્રીજી સિઝન આજે રિલીઝ થઈ

  • થઈ રહી છે આ સીરિઝની ખૂબ જ ચર્ચાઓ

એક જાણીતા ઓટીટી પ્લેટફોર્મ પર આજે રજૂ થવા જઈ રહેલી લોકપ્રિય વેબસીરિઝ ઈનસાઈડ એજની ત્રીજી સિઝન ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીને લઈને પણ ચર્ચામાં આવી છે.

થોડા દિવસ પહેલાં આ વેબ સીરિઝનો પ્રોમો લૉન્ચ કરવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રી જોવા મળ્યા હતા. જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે શાસ્ત્રી પણ નવી સિઝનમાં કોઈ રોલ કરી રહ્યાં છે કે શું? આ વેબ સીરિઝની અગાઉની બંને સિઝન દર્શકોને ઘણી ગમી હતી. જેની રોકડી કરી લેવા માટે નિર્માતાઓ તેની ત્રીજી સિઝન લઈને આવ્યા છે.

જોકે તેમાં રવિ શાસ્ત્રીનો રોલ ખરેખર કેટલો છે, છે કે નહીં, તે બાબતને લઈને હજુ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. પ્રોમોમાં શાસ્ત્રી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જોવા મળે છે. જેમાં એક મીડિયાકર્મી તેમને મુંબઈ માવેરિક્સની કપ્તાની વિશે સવાલ કરે છે અને શાસ્ત્રી તેના કેપ્ટન વિશે વિગતે વાત કરે છે. ત્યારે શાસ્ત્રીના ક્રિકેટ ફેન્સ તેમની આ નવી ઈનિંગને લઈને રોમાંચિત છે.

લોકપ્રિય આ વેબ સીરિઝ ક્રિકેટના સટ્ટા અને ફિક્સિંગ પર આધારિત છે. અગાઉ તેમાં ડોપિંગ જેવા મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો