What to do to get insurance if cars and bikes get stuck in flood waters?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાણીમાં કાર અને બાઇક ફસાય તો વીમો મેળવવા શું કરશો?

પાણીમાં કાર અને બાઇક ફસાય તો વીમો મેળવવા શું કરશો?

 | 6:55 pm IST
  • Share

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે. ત્યાં જ છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં તો મેઘો મૂસળધાર વરસી રહ્યો છે, જેના કારણે જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ બની ગઇ છે. સૌરાષ્ટ્ર બાજુ મૂસળધાર વરસાદના કારણે બાઇક તથા કાર અને અન્ય વાહનોને ભારે નુક્સાન પહોંચ્યુ છે. વરસાદી ઋતુમાં ખાસ કરીને પાણીના પગલે બાઈક બંધ થઈ જાય છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો આજે અમે તમને આ સમસ્યાનું નિરાકરણ જણાવીશું અને બાઈક-કાર બંધ ન પડે તેના માટેની કેટલીક ટીપ્સ આપીશું જે તમને ખુબ જ મદદરૂપ થઈ શકે છે. તો જાણો આ ટીપ્સ…

કાર માટે મોન્સૂન કેર ચેક લિસ્ટ

– કૂલન્ટ, ટાયર પ્રેશર તથા ઓઈલની તપાસ કરી લો.
– પાણી ભરેલા વિસ્તારમાં ડ્રાઈવ ન કરવું.
– ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર સાથે રાખો
– કાર પાણીમાં બંધ પડી જાય તો રિસ્ટાર્ટ ન કરો.
– નજીકના સર્વિસ સેન્ટર સુધી પહોંચવા માટે વીમાની વેબસાઈટ અને કોલ સેન્ટરની તપાસ કરો.

પાણી ભરાયેલ વિસ્તારમાં કાર ચલાવવાથી તે ક્યારેક-ક્યારેક બંધ પડી જાય છે. એન્જિનમાં હાડ્રોસ્ટેટિક લોક થઈ જવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. કારને ફરીથી રિસ્ટાર્ટ ન કરવી જોઈએ, જેનાથી એન્જિન ક્રેંક થઈ શકે છે. આ પ્રકારે કરવાથી એન્જિનને ખૂબ જ નુકસાન થઈ શકે છે.

ઈન્સ્યોરન્સ કંપનીને તાત્કાલિક જાણ કરવી

એક્સપર્ટ અનુસાર, પાણીમાં કાર ફસાઈ જવાની સ્થિતિમાં કાર ચાલુ કરવાનો પ્રયાસ કરવા પર ક્લેમ નહીં મળે. ખરાબ સ્થિતિમાં પણ કાર ચલાવતા રહેવાથી ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. એન્જિનમાં પાણી જવા પર ઈન્સ્યોરન્સ કંપનીને તાત્કાલિક જાણ કરવી જોઈએ. જરૂરી તપાસ અને રિપેરિંગ માટે ડીલરથી કાર ટોઈંગ કરાવો. જેનાથી ઈન્સ્યોરન્સ કંપની કારના પાર્ટના હિસાબે ક્લેમ આપશે. એન્જિનમાં પાણી જવાની સ્થિતિમાં ક્લેમ પાસ નહીં થાય.

કાર માટે એડ-ઓન વીમા કવરેજ

વરસાદ પહેલા જ તમારે એન્જિન-પ્રોટેક્ટર એડ-ઓન વીમા કવરેજ લઈ લેવું જોઈએ. એન્જિનને સુરક્ષિત રાખવા ઉપરાંત, આ એડ-ઓન કવર તમારી ગાડીના ગિયરબોક્સ અને ઈંધણ લીકેજ જેવી સમસ્યાઓમાં ફાયદો થશે. આ કવરેજ સરળતાથી તમારા કાર ઈન્સ્યોરન્સમાં જોડી શકાય છે.

મોનસુન પહેલા બાઇક-સ્કૂટર માટે નિયમ

1) સર્વિસ

ચોમાસાની સીઝન શરૂ થઇ ગઈ છે ત્યારે સૌપ્રથમ પાણીથી બાઈકને સર્વિસ કરાવી લો. સર્વિસથી બાઈકમાં ચોંટેલ કીચડ નીકળી જશે. જેના પગલે ભારે વરસાદમાં પણ બાઈક બંધ પડવાની શક્યતા ઓછી રહેશે.

2) ઓઈલ ચેન્જ

બાઈક સર્વિસ થયા પછી સાચી ખબર પડે કે કોઈ જગ્યાએથી ઓઈલ લીક થાય છે કે કેમ ? સર્વિસ પછી બાઈકને તપાસી લો. જો કોઈ જગ્યાએથી ઓઈલ લીકેજ હોય તો રીપેર કરાવી લો. જેથી પાણી એન્જીનની અંદર ઘૂસે નહીં. ઓઇલ ચેન્જ કરવાથી તમારી બાઇકનું જોર વધી જશે અને રેસ વધી જશે.

3) ફિલ્ટર ચેન્જ

એર ફિલ્ટર અને ઓઈલ ફિલ્ટર બંને ચેન્જ કરી નાખજો. કારણ કે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધી જાય છે ત્યારે ફિલ્ટરમાં ચોંટેલી ઘૂળ એન્જીનને નુકસાન કરે છે. સાથે જ જો વરસાદનું પાણી તમારા વાહનના સાઇલેન્સરમાં ઘૂસી ગયુ હોય તો વાહનને સ્ટાર્ટ કરતા પહેલા તેમાાંથી પાણીનો નિકાલ કરી લેવો.

4) વાયરીંગ તેમજ વાયર

સાઈડ લાઈટ, બ્રેક લાઈટ, હેડ લાઈટ વગેરે ચકાસી લો. અને લેમ્પ બદલાવવા પડે એમ હોય તો બદલી નાખો. સાથે બ્રેક, ક્લચ, એક્સીલેટર વગેરેના વાયર ચેક કરાવી લો. સેલ સ્ટાર્ટ બાઈકમાં બેટરી ચેક કરાવવી જરૂરી છે.

5) પ્લગ બદલાવી નાખો

ચોમાસામાં ગાડી બંધ પડવાનું મુખ્ય કારણ હોય છે પ્લગ. આ પ્લગમાં પાણી ભરાય જાય એટલે કરંટ પકડતો નથી એટલા માટે ગાડી ચાલુ થતી નથી. એટલા માટે ચોમાસામાં ખાસ ધ્યાન પ્લગનું રાખવું પડે છે. પ્લગ પલળે નહીં તેમ તેને કોઈ પેકિંગ મુકી દો. અને તેને ઓઈલિંગ કરીને સાફ કરીને ફીટ કરી દો.

વરસાદથી બચાવશે રેઇન કવર

બાઇક અને સ્કૂટર પર વરસાદથી બચવા માટે ખાસ રેઇન કવર બનાવવામાં આવ્યા છે. તેને સન રૂફ કવર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સંપૂર્ણપણે વોટરપ્રૂફ છે. કવરને બાઇક તથા કાર પર સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે. તેમાં આગળ અને પાછળની તરફ ટ્રાન્સપેરેન્ટ પોલિથિથ હોય છે. તેમજ ઉપર પેરાશૂટ કપડાંનું રૂફ હોય છે. આ બાઇક અને કારનો વિસ્તાર કવર કરે છે. આ કવર સરળતાથી કાઢી પણ શકાય છે. તેની ઓનલાઇન કિંમત 900 રૂપિયાથી શરૂ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન