WhatsApp End To End Encrypted Chat Backup Rolling Out Now
  • Home
  • Featured
  • લાંબી રાહ બાદ WhatsAppમાં આવ્યું આ ફીચર, ડેટા રહેશે વધુ સુરક્ષિત

લાંબી રાહ બાદ WhatsAppમાં આવ્યું આ ફીચર, ડેટા રહેશે વધુ સુરક્ષિત

 | 11:47 am IST
  • Share

  • ચેટ બેકઅપ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન શરુ થયું 

  • થોડા દિવસોમાં બધા જ યુઝરને ઉપલબ્ધ કરાવવામાં આવશે

  • આ રીતે કરો એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ઇનેબલ

WhatsAppએ ચેટ બેકઅપ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. તે વૈશ્વિક સ્તરે એન્ડ્રોઇડ અને iOS  બંને યુઝર્સને આપવામાં આવી રહ્યું છે. ચેટ બેકઅપ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની રજૂઆત સાથે, iCloud અથવા ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લેવાયેલ ડેટા હવે સુરક્ષિત રહેશે. એટલે કે, ગૂગલ અને એપલ પણ હવે ડેટા એક્સેસ કરી શકશે નહીં.

ધીરે-ધીરે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન થશે ઉપલબ્ધ

WhatsApp છેલ્લા કેટલાક મહિનાઓથી આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું. ગયા મહિને કંપનીએ Android અને iOS યુઝર્સ માટે તેની રજૂઆતની જાહેરાત કરી હતી. ધીમે ધીમે યુઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો આ અપડેટ હજુ સુધી તમારી એપમાં દેખાતું નથી, એટલે કે, તમને હજી સુધી તે મળ્યું નથી અને થોડી રાહ જોવી પડશે. તમને જણાવીએ કે જ્યારે તમને આ અપડેટ મળશે, તો પછી તમે તેને કેવી રીતે ઇનેબલ કરી શકશો.

WhatsApp બેકઅપ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન આ રીતે કરો ઇનેબલ

આ માટે યુઝર્સ પાસે એન્ડ્રોઇડ અને iOSમાં વોટ્સએપ એપનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે. વપરાશકર્તાઓએ ક્લાઉડ બેકઅપ માટે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને મેન્યુઅલી ઇનેબલ કરવું પડશે.

આ માટે, યુઝર્સે Settings > Chats > Chat Backups > End-to-End Encrypted Backups પર જવું પડશે અને સ્ક્રીન પર દેખાતા પ્રોમ્પ્ટ્સને ફોલો કરવું પડશે.

યુઝર્સને તેમના બેકઅપ માટે પાસવર્ડ બનાવવો પડશે. વૈકલ્પિક રીતે 64-બીટ એન્ક્રિપ્શન કીનો ઉપયોગ કરી શકાય છે. ઓન-સ્ક્રીન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, Done પર ટેપ કરો અને વોટ્સએપ તમારું એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ બેકઅપ તૈયાર કરે ત્યાં સુધી રાહ જુઓ.

અહીં ધ્યાન આપવાની વાત એ છે કે જો તમે તમારો પાસવર્ડ અથવા કી ભૂલી જાઓ છો, તો તમે તમારા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ બેકઅપને રીસ્ટોર કરી શકશો નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો