whats app how to find who blocked you with easy tricks
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું કોઇએ તમને Whats App પર કરી દીધા છે બ્લોક? ચપટી વગાડતા આ રીતે જાણી શકશો

શું કોઇએ તમને Whats App પર કરી દીધા છે બ્લોક? ચપટી વગાડતા આ રીતે જાણી શકશો

 | 12:43 pm IST
  • Share

WhatsApp એ વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મલ્ટિમીડિયા મેસેજિંગ એપ્લિકેશન છે, જેનો ઉપયોગ ફક્ત ભારતમાં 550 કરોડથી વધુ લોકો કરે છે. WhatsApp આપણે તમામ પ્રકારની વસ્તુઓ શેર કરીએ છીએ. કેટલીક વસ્તુઓ વ્યક્તિગત હોય છે અને કેટલીક વસ્તુઓ કોઈક મુદ્દાથી સંબંધિત હોય છે.

વોટ્સએપમાં ઘણી ગોપનીયતા સુવિધાઓ છે જેનો ઉપયોગ આપણે આપણી સગવડ પ્રમાણે કરીએ છીએ. કોઈને બ્લોક કરવા માટે WhatsAppમાં એક સુવિધા છે. કેટલીકવાર આપણે કોઈને ગુસ્સામાં બ્લોક કરીએ છીએ, આ જ રીતે આપણને કોઇએ બ્લોક કર્યા છે કે જાણી શકાય છે.

WhatsApp જ આ સમસ્યાનું સમાધાન કર્યું છે. WhatsApp કહે છે કે જો તમને લાગે કે કોઈએ તમને બ્લોક કર્યા છે પહેલા તેનું લાસ્ટ સીન જુઓ. જો લાસ્ટ સીન બતાવતું ન હોય તો સંભવ છે કે તમને બ્લોક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જો કોઈ ઓનલાઇન ન દેખાય તો તે સંભવ છે કે તેણે તમને બ્લોક કર્યા છે. પણ એક બીજી રીત છે. જો તમને કોઈનું પ્રોફાઇલ પિક્સર દેખાતું નથી, તો એવી સંભાવના છે કે તમને બ્લોક કરવામાં આવ્યા છે.

આ સિવાય તમે તેને WhatsApp પર કોલ કરીને પણ ચકાસી શકો છો. જો કોઈએ તમને બ્લોક કર્યા છે, તો પછી કોલ લાગશે નહીં. જો તમે કોઇને ગ્રુપમાં એડ કરવાનો પ્રયાસ કરો તો અને તે એડ ન થાય તો સમજી લો કે તમને બ્લોક કર્યા છે. જો મેસેજ કરો અને તે ડિલેવર ન થાય અને બે ગ્રે ટિક ન દેખાય તો સમજી લો કે તમે 100% બ્લોક થયેલ છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન