WhatsApp might be charge for business customer service
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • WhatsApp યુઝર્સ માટે મોટા સમાચાર! હવે આ સર્વિસ માટે ચુકવવા પડશે રૂપિયા

WhatsApp યુઝર્સ માટે મોટા સમાચાર! હવે આ સર્વિસ માટે ચુકવવા પડશે રૂપિયા

 | 8:23 pm IST
  • Share

દુનિયામાં સૌથી વધુ ઉપયોગ થતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે(WhatsApp) ગુરુવારે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે કંપની જલદી જ પોતાની બિઝનેસ ચેટ સર્વિસ માટે કંપનીઓ પાસે ચાર્જ વસૂલ કરશે. માહિતી મુજબ વોટ્સએપના પાંચ કરોડથી વધુ બિઝનેસ યુઝર્સ છે. જોકે, હાલ વોટ્સએપે આ વાતનો ખુલાસો નથી કર્યો કે કેટલો ચાર્જ વસૂલવામાં આવશે.

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ WhatsAppએ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવું ફીચર WhatsApp Business એકાઉન્ટ રોલઆઉટ કર્યું હતું. વોટ્સએપે 5 કરોડથી વધુ બિઝનેસ યુઝર્સ માટે પે-ટૂ-મેસેજ(Pay-to-message) ઓપ્શનની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ કહ્યું,‘અમે બિઝનેસ ગ્રાહકોને અપાતી અમુક સર્વિસને ચાર્જેબલ કરવા જઈ રહ્યા છીએ. તેથી અમારા બે અબજથી વધુ યુઝર્સને મફત એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ ટેક્સ્ટ, વીડિયો(Video) અને કોલિંગ(Calling) જેવી સુવિધા ઉપલબ્ધ કરાવતા રહીએ.’

બિઝનેસ યુઝર્સ માટે અલગ એપ:

મીડિયા રિપોર્ટ મુજબ વોટ્સએપે બિઝનેસ કરનારા યુઝર્સ માટે WhatsApp Business નામથી એક અલગ એપ બનાવી છે. આ એવું માર્કેટ પ્લેસ છે જ્યાં લોકો ચેટના માધ્યમથી બિઝનેસ કરી શકે છે. ત્યારે હવે આ પ્લેટફોર્મ પર જલદી ડાયરેક્ટ શોપિંગ(Direct Shopping) કરવાનું નવું ફીચર મળી શકે છે. કંપનીનું માનવું છે કે આ ફીચર નાના વેપારીઓને પોતાનો વેપાર ઉભો કરવામાં મદદ કરશે.

આ વીડિયો પણ જુઓ: આયુષ્માન કાર્ડ સાથે મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાનું એકત્રીકરણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન