WhatsApp you can now save your favorite chats without anyone noticing
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • WhatsApp પર હવે તમે તમારી ફેવરીટ ચેટને કોઈને ખબર ન પડે તેમ સાચવી શકશો, જાણો કેવી રીતે

WhatsApp પર હવે તમે તમારી ફેવરીટ ચેટને કોઈને ખબર ન પડે તેમ સાચવી શકશો, જાણો કેવી રીતે

 | 1:45 pm IST
  • Share

વોટ્સએપમાં ઘણી વખત મિત્રો અથવા તો પાર્ટનર સાથે થયેલી ચેટને સાચવી રાખવા માંગતા હોવ છો. પરંતુ કેટલીક વખત આવી ચેટ ડિલીટ થઈ જતી હોય છે. ત્યારે હવે તમે તમારી ફેવરીટ ચેટને ગમે ત્યારે મેળવી શકો છો. વોટ્સએપ દ્વારા તેનું નિરાકરણ કરી દેવામાં આવ્યું છે. વોટ્સએપ દ્વારા આ લોકપ્રિય એપનું બીટા વર્ઝન રોલ આઉટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જે એન્ડ્રોઈડ ડિવાઈસ ઉપર એન્ક્રિપ્ટેડ બેકઅપને સ્માર્ટ કરે છે. WABetainfo મુજબ નવું વોટ્સએપ બીટા રિલીઝ v2.21.15.5 હવે ક્લાઉડ બેકઅપને પણ એન્ક્રિપ્ટ કરી શકે છે. જેના પગલે તમારી ફેવરીટ ચેટ ડિલીટ નહીં થાય.

જે યૂઝર્સ વોટ્સએપના નવીનતમ બીટા રિલીઝનો ઉપયોગ કરે છે. તેમની પાસે એપની સેટિંગની અંદર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ બેકઅપ સુવિધાને અનેબલ કરવાનો વિકલ્પ હશે. એકવખત અનેબલ કર્યા પ છી આ સુવિધ યૂઝર્સને પોતાના બેકઅપને સુરક્ષિત રાખવા માટે મદદરૂપ થાય છે. જેમાં એકમાં પાસવર્ડ સેટ કરી શકાય છે. તો બીજામાં 64 અંકનો એન્ક્રિપ્શનનો ઉપયોગ કરી બેકઅપ સુવિધા આપે છે.

તમારા દ્વારા પસંદ કરવામાં આવેલી રીત પછી પણ તમારે તમારું બેકઅપથી મેસેજને રિસ્ટોર કરવા માટે પાસવર્ડ અથવા તો એન્ક્રિપ્શનની જરૂરિયાત રહેશે. કારણ કે આ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે. પાસવર્ડ અ એન્ક્રિપ્શન તમારા ડિવાઈસ છોડતી નથી અને વોટ્સએપ તમારા મેસેજને ભૂલી જવા અથવા તો ખોટી જગ્યા પર મુકી દેવાની સ્થિતિમાં તેને રિસ્ટોર નહી કરી શકે. જણાવી દઈએ કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન બેકઅપ સુવિધા હજુ સુધી ઉપલબ્ધ નથી. વોટ્સએપ દ્વારા હાલમાં એ જ ઉપયોગ કર્તાઓને મોકલવાનું શરૂ કર્યું છે જેણે વોટ્સએપ એપને અનપબ્લિશ્ડ વર્જનોના ટેસ્ટિંગનું ઓપ્શન પસંદ કર્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન