When Home Minister Aamit Shah special gesture for newly elected BJP President JP Nadda
  • Home
  • Videos
  • Featured Videos
  • અમિત શાહે ભાજપના નવા અધ્યક્ષ જેપી નડ્ડા માટે કર્યું કંઈક એવુ કે સૌકોઈ હસી પડ્યા, Video

અમિત શાહે ભાજપના નવા અધ્યક્ષ જેપી નડ્ડા માટે કર્યું કંઈક એવુ કે સૌકોઈ હસી પડ્યા, Video

 | 8:49 pm IST

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જેપી નડ્ડા જ્યારે પાર્ટી કાર્યાલય પહોંચ્યા તો તેમના ભાજપના ઉત્તરાધિકારી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ ગૃહમંત્રી અમિત શાહ કંઈક અલગ જ અંદાજમાં નજરે પડ્યા હતાં. તેમણે જેપી નડ્ડાને પહેલા પદભાર સોંપ્યો હતો અને ત્યાર બાદ મિઠાઈ ખવડાવી ગળ્યું મોઢું કરાવ્યું હતું. પરંતુ ત્યાર બાદ શાહે કંઈક એવુ કર્યું હ્તું કે, ત્યાં હાજર સૌકોઈ હસી પડ્યા હતાં.

અમિત શાહે જેપ્પી નડ્ડાને બેસવા માટે જાતે જ ખુરશી ખેંચી આપી હતી. પહેલા તો જેપી નડ્ડાએ શિષ્ટાચાર દેખાડી બેસવાનો ઈનકાર કરી દીધો પરંતુ અમિત શાહે તેમને હસતા હસતા પરાણે બેસાડી દીધા હતાં. આ દ્રષ્ય જોઈ કાર્યાલયમાં હાજર સૌકોઈ હસી પડ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન