Ayodhya Bhumi Pujan: When PM Modi Forget Gift In His Car
  • Home
  • Ayodhya Live
  • રામલલા માટે લાવેલી આ ખાસ ભેટ કારમાં જ ભૂલી ગયા હતા PM મોદી, પછી જાતે જ પાછા ગયા અને…

રામલલા માટે લાવેલી આ ખાસ ભેટ કારમાં જ ભૂલી ગયા હતા PM મોદી, પછી જાતે જ પાછા ગયા અને…

 | 3:34 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર ભૂમિ પૂજનના અવસર પર રામલલાને ભેટ ચઢાવવા માટે પોતાની સાથે કુંભ કળશ લઇને આવ્યા હતા. જોકે ચાંદીના એ કુંભ કળશને તેઓ પોતાની કારમાં જ ભૂલી ગયા, જ્યારે તેઓ કારમાંથી ઉતરીને પૂજા સ્થળ તરફ આગળ વધ્યા તો તેમને રામલલા માટે લાવેલી ભેટ યાદ આવી. ત્યારબાદ પીએમ મોદી ખુદ કાર તરફ ગયા. પીએમ મોદીએ કારમાં આવીને એ ભેટ લીધી અને પછી પૂજા સ્થળ પર પહોંચ્યા. આ પહેલા વડાપ્રધાન મોદીએ હનુમાનગઢી જઇને બાળ હનુમાનના દર્શન કર્યા.

માથા પર લગાવી પૂજા સ્થળની માટી

ભૂમિ પૂજન કરાવનારા પંડિત આચાર્ય દુર્ગા ગૌતમે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદી પોતાની સાથે ચાંદીનો કુંભ કળશ લઇને આવ્યા હતા, તેમણે રામલલાને એ કુંભ કળશ ભેટ કર્યો. તો રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે એક-એક સોનાનો સિક્કો રામ મંદિરના પાયામાં નાંખ્યો. આચાર્ય દુર્ગા ગૌતમે કહ્યું કે વડાપ્રધાને પૂજા સ્થળ પર માથું ટેકવ્યું અને ત્યાંની માટી પોતાના માથા પર લગાવી.

પૂજાવિધિઓને સમજે છે પીએમ મોદી

આચાર્યએ કહ્યું કે વડાપ્રધાનને પૂજાની વિધિઓની જાણકારી છે, આ કારણે તેઓ ઇશારાઓને તરત જ સમજી લે છે. તેમણે કહ્યું કે, “મોદી જાણકાર છે, તેમને ઘણી જાણકારી છે. આ કારણે હળવો ઇશારો કરવા પર પણ તેઓ વિધિને સમજી લે છે.” તેમણે કહ્યું કે, “વડાપ્રધાન ઘણા લોકપ્રિય છે. રામજી માટે તેમણે ઘણું તપ કર્યું છે. તેમને ઘણું સૌભાગ્ય મળ્યું છે. તેઓ પણ ઘણા ગદગદ હતા.” ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ અયોધ્યામાં 28 વર્ષ બાદ પહોંચ્યા.

આજે ત્રણ રેકૉર્ડ બનાવી ગયા પીએમ મોદી

તેમણે એક સાથે ત્રણ રેકૉર્ડ બનાવ્યા. તેઓ શ્રીરામ જન્મભૂમિ જનારા પહેલા વડાપ્રધાન બન્યા. આ દેશમાં પહેલીવાર છે જ્યારે વડાપ્રધાને અયોધ્યાની હનુમાનગઢીના દર્શન કર્યા. આ સાથે જ દેશની સાંસ્કૃતિક ધરોહરના સંરક્ષણના પ્રતીક કોઈ મંદિરના શુભારંભ કાર્યક્રમમાં ભાગ લેનારા પહેલા વડાપ્રધાન તરીકે પણ નરેન્દ્ર મોદીનું નામ નોંધાઈ ગયું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 વર્ષ પહેલા 1992માં પહેલીવાર અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારે તેઓ બીજેપીના તત્કાલીન અધ્યક્ષ ડૉ. મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં નીકળેલી તિરંગા યાત્રામાં તેમને સહયોગી તરીકે અયોધ્યા પહોંચ્યા હતા.

આ વિડીયો પણ જુઓ: જય સિયારામના નારા સાથે PMનું સંબોધન 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન