when will the flight start and how much will it cost to build jewar airport
  • Home
  • Featured
  • આ કારણોથી ખાસ રહેશે જેવર એરપોર્ટ, PM મોદી કરશે ભૂમિપૂજન

આ કારણોથી ખાસ રહેશે જેવર એરપોર્ટ, PM મોદી કરશે ભૂમિપૂજન

 | 10:30 am IST
  • Share

  • જેવર ઉત્‍તર પ્રદેશનું ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે

  • પીએમ મોદીના હસ્તે બપોરે 1 વાગે  કરશે ભૂમિપૂજન

  • 29,650 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે એરપોર્ટ

 

આજે યૂપીમાં ચોથા આંતર રાષ્ટ્રીય એરપોર્ટ જેવરનું ભૂમિપૂજન પીએમ મોદીના હસ્તે બપોરે 1 વાગે કરાશે. આ એરપોર્ટમાં અનેક નવી સુવિધાઓની સાથે મહત્ત્વની વાતો પણ જોડવામાં આવી છે. જાણો ક્યારે અને કેવી રીતે તૈયાર થશે જેવર એરપોર્ટ.

શા માટે ખાસ છે જેવર એરપોર્ટ

આ એરપોર્ટ ઉત્‍તર પ્રદેશનું ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. દેશમાં હજુ સુધી તમિલનાડુ અને કેરલ પણ આવા રાજ્ય છે જ્યાં 4-4 આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા છે. રાજ‍યમાં 2012 સુધી માત્ર 2 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. 20 ઓક્ટોબરના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયા બાદ કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક શરૂ થયું ત્યારે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા બની રહ્યું છે જ્યાં આગામી વર્ષ સુધી સેવાઓ શરૂ થઈ રહી છે. આ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું ચોથા સૌથી મોટું એરપોર્ટ હશે.

કોણ બનાવશે જેવર એરપોર્ટ

Noida International Airport ના નિર્માણ માટેની જવાબદારી જ્યુરિખ એરપોર્ટ ઈન્ટરનેશનલ એજીને સોંપવામાં આવી છે.

એરપોર્ટ બનવામાં કેટલો ખર્ચ થશે

ભવ્ય એરપોર્ટ બની રહ્યું છે તો તેના માટે અનેકગણો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે. આ માટે યૂપી સરકારે ફેબ્રુઆરી 2021માં 2000 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરાઈ હતી. આ સાથે તેને પૂરું થવા માટે 29,650 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.

કેટલી જમીન પર બની રહ્યું છે જેવર એરપોર્ટ
આ એરપોર્ટનું નિર્માણ 5845 હેક્ટર જમીન પર થઈ રહ્યું છે. અહીંથી એક સાથે 178 વિમાન ઉડાન ભરી શકશે. પહેલા ચરણમાં તેના નિર્માણમાં 1334 હેક્ટર જમીન યૂઝ કરાશે. નિર્માણનું કામ 4 ચરણમાં પૂરું કરાશે.

એરપોર્ટ પર કેટલા રન વે હશે
હાલમાં આવી રહેલા રિપોર્ટ અનુસાર જેવર એરપોર્ટ પર કુલ 5 રન વે હશે. શરૂઆતમાં અહીંથી 1 કરોડ 20 લાખ યાત્રીઓ મુસાફરી કરી શકશે. પહેલા વર્ષે 40 લાખ યાત્રીઓની મુસાફરીની શક્યતા છે.

ક્યારે શરૂ થશે જેવર એરપોર્ટ

જેવર એરપોર્ટ સપ્ટેમ્બર 2024માં શરૂ થવાની આશા છે. તેના બનવાથી દિલ્હી એરપોર્ટનો ટ્રાફિક લોડ ઘટશે. હવાઈ મંત્રાલયના રિપોર્ટ અનુસાર લગભગ 35 હજાર યાત્રી દિલ્હીથી નોઈડા એરપોર્ટની તરફ જશે.

દિલ્હી એરપોર્ટથી કેટલું દૂર છે એરપોર્ટ
દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રિય હવાઈ અડ્ડાથી લઈને જેવર એરપોર્ટનું અંતર 70 કિલોમીટર છે. સરકાર પહેલા પણ કહી ચૂકી છે કે ટ્રાફિકને ઘટાડવા માટે આસપાસ 3 એરપોર્ટ જરૂરી છે. એવામાં જેવરનું નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ મદદરૂપ બની શકે છે.

કેટલી ફ્લાઈટ કરાશે શરૂ
અહીં પહેલા વર્ષે 8 ડોમેસ્ટિક અને 1 ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાશે. આ પછી ફ્લાઈટ્સની સંખ્યા વધારાશે.

કેવી રહેશે એરપોર્ટ માટેની કનેક્ટિવિટી
જેવર એરપોર્ટની કનેક્ટિવિટી યમુના એક્સપ્રેસ વે, બુલંદશહેર – જેવર હાઈવે અને પેરિફેરલ એક્સપ્રેસ વે સાથે છે. વધુ કનેક્ટિવિટી માટે કામ થઈ રહ્યું છે. આવનારા સમયમાં અહીં પહોંચવા માટે જેવર એરપોર્ટથી દિલ્હી સુધી મેટ્રો કોરિડોર બનાવવાની તૈયારી છે. આ પછી ગ્રેટર નોઈડા નોલેજ પાર્ક ટૂથી જેવર એરપોર્ટ સુધી મેટ્રો ચાલશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને જોડવા માટે હરિયાણાથી બલ્લભગઢથી જેવર એરપોર્ટ સુધી 6 લેનની 31 કિમી લાંબી સડક બનાવવાની યોજના છે. નોઈડા ફિલ્મ સીટીથી જેવર એરપોર્ટ સુધી પૉડ ટેક્સી પણ ચાલશે.

એરપોર્ટ બનવાથી યૂપીમાં રોકાણ વધશે?
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પહેલા તબક્કામાં 10,000 કરોડ રૂપિયાના રોકાણ આવી શકે છે. જેવર એરપોર્ટ બનવાથી નોઈડા તથા ગ્રેટર નોઈડા સહિત આખા જિલ્લામાં લગભગ 34થી 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે. એટલુ નહીં તેનાથી ઓછામાં ઓછા 1 લાખ લોકોને રોજગારી મળવાની આશા છે.

PM મોદી આજે બપોરે 1 વાગે કરશે જેવર એરપોર્ટનું ભૂમિપૂજન

  • જેવર બનશે દુનિયાનું ચોથું સૌથી મોટું એરપોર્ટ
  • રૂ. 29,650 કરોડના ખર્ચે તૈયાર થશે
  • 5,845 હેક્ટર જમીન પર બનશે એરપોર્ટ
  • 178 વિમાન એકસાથે ભરી શકશે ઉડાન
  • 5 રનવે, વાર્ષિક 1.20 કરોડ યાત્રીઓ મુસાફરી કરશે
  • સપ્ટેમ્બર 2024માં નોઈડામાં શરૂ થશે એરપોર્ટ
  • દિલ્હી એરપોર્ટથી લગભગ 70 કિમી દૂર
  • પહેલા વર્ષે 8 ડોમેસ્ટિક, 1 ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે
  • એરપોર્ટ શરૂ થતાં 1 લાખ લોકોને મળશે રોજગારી
  • જ્યૂરિખ એરપોર્ટ ઈન્ટરનેશનલને સોંપાઈ જવાબદારી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો