Where did the real head of Lord Ganesha, Read mythology
  • Home
  • Astro
  • ક્યાં ગયું હતું ભગવાન ગણેશનું વાસ્તવિક મસ્તક? જાણો તેના પાછળની પૌરાણિક કથા

ક્યાં ગયું હતું ભગવાન ગણેશનું વાસ્તવિક મસ્તક? જાણો તેના પાછળની પૌરાણિક કથા

 | 6:29 pm IST
  • Share

બુધવાર(Wednesday)એ ભગવાન ગણેશ (Lord Ganesha)ની પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. ભગવાન ગણેશ ભક્તો પર પ્રસન્ન થઈને તેમના દૂખ દૂર કરે છે અને બધાની ઇચ્છાઓને પૂર્ણ કરે છે. હિન્દુ માન્યતા મુજબ કોઈ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જરૂરી છે. ભગવાન ગણેશ બધા લોકોના દુખને દૂર કરે છે. એવું કહેવામાં આવે છે કે પ્રથમ પૂજનીય ગણેશની આરાધના સાથે પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘર સંપત્તિથી ભરેલું રહે છે. તેના વિના કોઈ પૂજા પૂર્ણ થતી નથી, પરંતુ શું તમે જાણો છો કે તેનું અસલી માથું ક્યાં ગયું. તેમનું મુખ તો ગજમુખ છે પરંતુ અસલી મુખ ફરી ક્યાં છે.

ધાર્મિક શાસ્ત્રોમાં ગણેશનું વાસ્તવિક મુખ ચંદ્રમંડલ પર જવાનો ઉલ્લેખ છે. ભગવાન ગણેશ ગજમુખ, ગજાનન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેનો ચહેરો હાથીનો છે. ભગવાન ગણેશનું આ સ્વરૂપ વિલક્ષણ અને ખૂબ જ શુભ છે. તમે પણ શ્રીગણેશના ગજાનન બનવા સાથે સંકળાયેલ પૌરાણિક કથા સાંભળી અને વાંચી હશે. ચાલો જાણીએ ભગવાન ગણેશના વાસ્તવિક મુખની રસપ્રદ પૌરાણિક કથા વિશે.

પૌરાણિક કથા

શ્રી ગણેશના જન્મને લઈને બે પૌરાણિક કથાઓ છે. પ્રથમ કથામાં કહેવામાં આવ્યું છે કે દેવી પાર્વતીએ શ્રી ગણેશને જન્મ આપ્યો છે, તે સમયે, ઇન્દ્ર અને ચંદ્ર સહિતના તમામ દેવી-દેવતાઓ તેમને જોવાની ઇચ્છા સાથે ઉપસ્થિત થયા. તે દરમિયાન શનિદેવ પણ ત્યાં આવી ગયા. એવું કહેવામાં આવે છે કે જ્યાં શનિદેવની દૃષ્ટિ પડે છે, ત્યાં હાની કે અનિષ્ટ થવુ નક્કી છે. શનિદેવની દ્રષ્ટી પડવાથી ભગવાન ગણેશનું માથુ અલગ થઈને ચંદ્રમંડળમાં ચાલ્યું ગયું. આ પછી, ભગવાન શંકરે બાળકના માથાથી જગ્યાએ ગજમુખ લગાવી દીધુ

બીજી કથા મુજબ, માતા પાર્વતીએ તેમના શરીરના મેલથી શ્રી ગણેશનું સ્વરૂપ તૈયાર કર્યું અને ગણેશને સ્નાન સુધી દરવાજા પાસે રાખીને કોઈપણને અંદર પ્રવેશતા અટકાવવાનો આદેશ આપ્યો. તે જ સમયે, જ્યારે ભગવાન શંકર ત્યાં આવ્યા ત્યારે ભગવાન ગણેશે તેમને અંદર જતાં અટકાવ્યાં, ત્યારે અજાણતાં ભગવાન શંકર ગુસ્સે થયા અને તેમણે ગણેશનું માથું કાપી નાખ્યું. જે માથુ ચંદ્ર લોકમાં પડ્યું.

બાદમાં ભગવાન શંકરે ક્રોધિત પાર્વતીને મનાવવા માટે કાપી નાખેલા માથાની જગ્યાએ ગજમુખની સ્થાપના કરી. એવું માનવામાં આવે છે કે શ્રી ગણેશનું સાચું માથું ચંદ્રમંડળમાં છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂરા વર્ષ દરમિયાન સંકષ્ટિ ચતુર્થીના 13 વ્રત રાખવામાં આવે છે. આ તિથિઓ પર ચંદ્રદર્શન અને અર્ઘ્ય આપીને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને સંકટનાશ અને મંગળ કામના કરવામાં આવે છે.

આ વીડિયો પણ જૂઓ: કોરોનાકાળમાં ભાજપની બાઈક રેલી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો