કોરોના કાળમાં હવાઈ યાત્રા પર રોક છે ત્યારે બધાં પ્લેન ક્યાં પાર્ક થાય છે? જુઓ તસવીરોમાં માહિતી
કોવિડ -19ને કારણે ફ્લાઇટ્સનું કામ ના બરાબર જ રહ્યું છે. આવી સ્થિતિમાં કોમર્શિયલ એરલાઇન્સએ વિશ્વના કેટલાક દૂરના સ્થળો પર તેમના વિમાનને પાર્ક કર્યા છે. ગયા મહિને ઓસ્ટ્રેલિયન એરલાઇન કાંટાસે તેના છેલ્લા બોઇંગ 747 વિમાનને વિદાય આપી હતી. વિમાનની અંતિમ ફ્લાઇટ સિડનીથી કેલિફોર્નિયાના મોજાવે ડેઝર્ટ તરફ હતી. હવે આ એરક્રાફ્ટને નિવૃત્ત કરવામાં આવ્યું છે.
2023 સુધી પાર્ક રહેશે એ-380
મળતા અહેવાલ મુજબ આ કાફલાએ લગભગ અડધી સદી સુધી સેવા આપી છે. એ દરમિયાન 250 મિલિયનથી વધુ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરાવી છે. તેના પર બેઠેલા લોકોમાં ક્વીન એલિઝાબેથ અને 1984થી ઓસ્ટ્રેલિયનની દરેક ઓલિમ્પિક ટીમ પણ શામેલ છે. એરલાઇને એવી જાહેરાત કરી છે કે તે એ-380 સુપર જંબોના કાફલાને 2023 સુધી તો મોજાવે ડેઝર્ટ પર રાખશે જ.
આ વિમાન ક્યાં પાર્ક કરવામાં આવી રહ્યા છે?
કોરોનાને કારણે કોમર્શિયલ એરલાઇન્સને વિશ્વભરમાં ફેલાયેલા કેટલાક મોટા સ્ટોરેજ યુનિટમાં પાર્ક કરવાની ફરજ પડી છે. આમાંના કેટલાક ખૂબ દૂર અને રણ વિસ્તારો છે.
આ સ્થાનોને એરલાઇન “બોનયાર્ડ્સ” અથવા નિવૃત્તિ એકમો કહેવામાં આવે છે. આ સ્થોળેએ લાંબા સમય સુધી વિમાન પાર્ક કરવામાં આવે છે કાં તો વિમાનને સંગ્રહિત કરવામાં આવે છે. બાદમાં તેને પરત કામમાં લેવામાં આવે છે અથવા તો તોડી પાડવામાં આવે છે. ત્યારબાદ તેમના પાર્ટસ વેંચી નાખવામાં આવે છે. કોમર્શિયલ એરલાઇન્સ માટે વિમાનને એરપોર્ટ કરતા સ્ટોરેજ સુવિધામાં પાર્ક કરવાનું સસ્તું પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન