which cities of Gujarat night curfew has been imposed, only these services will continue
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • જાણો ગુજરાતના કયા-કયા શહેરોમાં લદાયો રાત્રિ કરફ્યૂ, માત્ર આ સેવાઓ જ રહેશે ચાલુ

જાણો ગુજરાતના કયા-કયા શહેરોમાં લદાયો રાત્રિ કરફ્યૂ, માત્ર આ સેવાઓ જ રહેશે ચાલુ

 | 9:52 pm IST
  • Share

ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. કોરોના મહામારીમાં ગુજરાત બરાબરનું સપડાયું છે. દેશના મોટાભાગના રાજ્યો લોકડાઉન તરફ વળ્યા છે. ત્યારે ગુજરાતમાં લોકડાઉન આવશે કે નહીં? તેના પર લોકો મીટ માંડીને બેઠા હતા. ત્યારે આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને તેમની અધ્યક્ષતામાં હાઇપર કમિટિની બેઠક યોજાઇ હતી. જ્યાં રાજ્યના 29 શહેરો પર લગાવેલ પાંબંધીઓ પર ચર્ચા થઇ હતી.

મુખ્યમંત્રીના નિવાસસ્થાને હાઇપાવર કમિટીની બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, એમ.કે.દાસ અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સહિત સચિવો હાજર રહ્યા હતા. જેમા નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી રાજ્યના 36 શહેરોમાં કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. 7 મહાનગરો ઉપરાંત 29 શહેરોમાં નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. રાજ્યના વધુ 7 શહેરોમાં નિયંત્રણો લાગુ કરાયા છે. સાથે જ રાજ્યના કરફ્યૂ લાદેલા મહાનગરો-શહેરોની અવધિ 12 મે સુધી લંબાવી દેવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના વધુ 7 શહેરો એવા ડીસા, અંકલેશ્વર, રાધનપુર, વાપી, કડી, મોડાસા અને વિસનગરમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. આમ 36 શહેરોમાં 6થી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

ઉત્તર ગુજરાતનાં આટલા શહેર

1 ગાંધીનગર, 2 પાટણ, 3 મહેસાણા, 4 હિંમતનગર, 5, પાલનપુર, 6 ડીસા, 7 રાધનપુર, 8 વિસનગર, 9 મોડાસા, 10 કડી,

મધ્ય ગુજરાતનાં આટલા શહેર

1 અમદાવાદ, 2 વડોદરા, 3 આણંદ, 4 નડિયાદ, 5 ગોધરા, 6 દાહોદ, 7 વિરમગામ, 8 છોટાઉદેપુર,

દક્ષિણ ગુજરાતનાં આટલા શહેર

1 સુરત, 2 ભરૂચ, 3 નવસારી, 4 વલસાડ, 5 વાપી, 6 અંકલેશ્વર,

સૌરાષ્ટ્રનાં આટલા શહેર

1 રાજકોટ, 2 ભાવનગર, 3 જામનગર, 4 જૂનાગઢ, 5 ગાંધીધામ, 6 ભુજ, 7 મોરબી, 8 સુરેન્દ્રનગર, 9 અમરેલી, 10 પોરબંદર, 11 બોટાદ, 12 વેરાવળ.

આ વીડિયો પણ જુઓ  : રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉનની શક્યતા ઓછી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન