ચાઈલ્ડને કન્સિવ કરવા મહિનાના કયા દિવસો યોગ્ય ગણાય? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • ચાઈલ્ડને કન્સિવ કરવા મહિનાના કયા દિવસો યોગ્ય ગણાય?

ચાઈલ્ડને કન્સિવ કરવા મહિનાના કયા દિવસો યોગ્ય ગણાય?

 | 4:16 am IST
  • Share

ઇન્ટિમસીઃ કામિની મોટવાણી

૧. બાળક કન્સિવ માટે એજ લિમિટ શું છે? અને સેક્સ્યુઅલી ચાઈલ્ડને કન્સિવ કરવા માટે અમે મહિનાના કયા દિવસોમાં અમારે ઈન્ટરકોર્સ કરવું જોઈએ?

– પુરુષ માટે કોઈ એજ લિમિટ નથી. કેમ કે, નવા સ્પર્મ્સ આખી જિંદગી બન્યા કરે છે. જો કે, મહિલા મેનોપોઝ સુધી પહોંચે એટલે તે કન્સિવ ન કરી શકે. તેની ઉંમર ૪૫ વર્ષની આસપાસ પહોંચે એટલે આમ થાય છે. જો કે, એના લીધે તેના સેકસ્યુઅલ પ્લેઝર પર અસર થતી નથી નોર્મલી.

૨. મને મારા ફ્રેન્ડની વાઈફ ખૂબ જ ગમે છે અને હું તેના તરફ ખૂબ જ આકર્ષાઈ ગયો છું. મારા ફ્રેન્ડની વાઈફ ખરેખર હોટ દેખાય છે. મારે તેની સાથે વન નાઈટ સ્ટેન્ડ કરવાની ઈચ્છા છે. આ માટે મારે તેને કઈ રીતે પૂછવું? હું તેની કલ્પના કરીને માસ્ટરબેટ કરું છું. પણ હવે મારે તેની સાથે ખરેખર સેક્સ કરવું છે. મને કન્ફ્યુઝન છે. પ્લીઝ હેલ્પ?

– તમારો ફ્રેન્ડ તમારા પર ભરોસો કરે છે. તમારી આવી વાઈલ્ડ ફેન્ટેસીને હકીકતમાં બદલવા જશો તો તમારી એ અમૂલ્ય ફ્રેન્ડશિપ ખતમ થઈ જશે. ફ્રેન્ટેસીને ફેન્ટેસી જ રાખવી સારી. તેના માટે મિત્રતાનો ભોગ ના લેવાય.

૩. હું ૪૮ વર્ષનો છું અને મારી વાઈફ ૪૦ છે. તેનામાં સેક્સ માટેની કોઈ ઈચ્છા નથી, પછી ભલેને હું ગમે તેટલી કોશિશ કરું. સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં મારી વાઈફ રિસ્પોન્ડ જ કરતી નથી. તે મને જેમ બને એમ જલ્દી પૂરું કરવા કહે છે. એ પછી તે સૂઈ જાય છે. આવી સિચ્યુએશનમાં હું શું કરું?

– તમારે બંનેએ સાથે મળીને શાંતિથી આ પ્રોબ્લેમ વિશે ચર્ચા કરવી જોઈએ અને સોલ્યુશન શોધવું જોઈએ. ગાયનેકોલોજિસ્ટની મદદ લેવી જોઈએ. જરૂર પડયે તમે સેક્સપર્ટની પણ વિઝિટ લઈ શકો છો.

૪. હું ૨૭ વર્ષનો છું અને મને વધારે માત્રામાં પ્રિકમ ઈજેક્યુલેટ થાય છે. જ્યારે હું કોઈ છોકરી સાથે હોઉં ત્યારે અને ફોરપ્લેમાં પણ આવું જ થાય છે. મને ઈરેકશન ન થયું હોય છતાં મારા પેનિસમાંથી મોટી માત્રામાં પ્રિકમ બહાર આવે છે. પણ હું જ્યારે માસ્ટરબેટ કરું ત્યારે મારું પેનિસ એકદમ સ્ટ્રોંગ હોય છે. મારી સાથે શું પ્રોબ્લેમ છે?

– તમે ઈન્ટરકોર્સમાં ગભરાઈ જતા હશો, કેટલું પ્રિકમ વધારે ગણી શકાય? તમે બંગશિલ (અર્લાિસન લેબ્સ) નો છ અઠવાડિયાનો કોર્સ કરી શકો છો. જેમાં દિવસમાં બે વાર ખાલી પેટે બે ગોળી લેવાની હોય છે.

૫. હું ૨૫ વર્ષનો છું. થોડા જ સમયમાં મારા લગ્ન થવાના છે. હું મારા પેનિસને કારણે ચિંતિત છું. મને લાગે છે કે એટલું સ્ટ્રોંગ નથી કે તે વજાઈનામાં જ શકે. શું મારે આમાંથી બહાર નીકળવા માટે દવાઓ લેવાની જરૂર છે?

– કોઈ સેકસપર્ટની મુલાકાત લો અને જાણો કે તમે તમારી સેક્સ લાઈફને કેવી રીતે સુધારી શકો છો. ‘ઈટ્સ નોર્મલ’નામનું પુસ્તક પણ તમને મદદ કરી શકે. સેક્સ એન્જોય કરવા માટે તમારું પેનિસ લોખંડ જેવું કડક હોવાની જરૂર નથી. તમે પેનિસ ઈન્સર્ટ કરી તે પહેલાં વજાઈનામાં આંગળી ઈન્સર્ટ કરવાથી શરૂઆત કરી શકો છો.

૬. હું ૨૧ વર્ષનો છું. મેં સતત એવું વાંચ્યું છે કે મારી એજના બીજા છોકરાઓ માસ્ટરબેશનના કેવા એડિક્ટ હોય છે. પણ શું સાથે જ કોઈને આનું એડિકશન થઈ શકે? કે આ માત્ર એક ઓબ્સેશન જ છે?

– આવી નજીવી વાતોમાં સમય શું કામ બગાડવો? જ્યાં સુધી તમે સેકસ્યુઅલી એક્સાઈટેડ હોવ ત્યાં સુધી તમે સેન્સિબલી અને સેફલી માસ્ટરબેટ કરી શકો છો.

૭. હું ૩૩ વર્ષનો છું અને આઠ વર્ષ પહેલાં મારા મેરેજ થયા છે. મને કોન્ડોમ પહેરીને સેક્સ કરવું ગમતું નથી. કારણકે તેનાથી ઈન્ટરકોર્સમાં આનંદ ઘટી જાય છે. કોન્ડોમ ના પહેરું તો ના ચાલે?

– તમારે જો બાળકની ઈચ્છા ના હોય તો તમારે સી.યુ.-ટી ઈન્સર્ટ કરાવી લેવું જોઈએ. આ એક સામાન્ય સર્જરી છે. જો તેમ કરાવ્યા વિના કોન્ડોમના યુઝ વિના જ તમે સેક્સ કરશો તો તમારી વાઈફને અનવોન્ટેડ પ્રેગનન્સી રહી જશે.

૮. મારી વાઈફને મહિનામાં ત્રણ વખત પિરિયડ્સ આવે છે. એક વર્ષ અગાઉ તેને મિસકેરેજ થઈ ગયું હતું. તેણે ગાયનેકોલોજિસ્ટની સલાહ પણ લીધી છતાં સિચ્યુએશનમાં કોઈ સુધારો થયો નથી. અમારે શું કરવું?

– સેક્ન્ડ ઓપનિય લો પ્લીઝ.

૯. હું ૨૬ વર્ષનો છું અને મારા તાજેતરમાં જ લગ્ન થયા છે. ઈન્ટરકોર્સ દરમિયાન સ્પર્મ લીક થઈ જાય છે. આ નોર્મલ છે? મારી વાઈફ કદી પ્રેગનન્ટ થઈ શકશે કે નહીં?

– આ નોર્મલ બાબત છે. જે સ્પર્મ સ્ટ્રોંન્ગ હશે તે એગ્સ તરફ ધસી જતાં હોય છે અને જે સ્પર્મ્સ વીક હોય તે બહાર લીક થઈ જાય છે. થોડો સમય ટ્રાય કરી તમારી વાઈફ બેબી કન્સિવ કરી શકશે તેમાં કોઈ શંકા નથી.

૧૦. મારું એક ટેસ્ટિકલ સૂજી ગયું છે અને તેને કારણે મને ખૂબ જ પેઈન થાય છે. તેનું કારણ શું હશે તે મને ખબર નથી પણ મને તેના કારણે ડર લાગે છે. મારે શું કરવું જોઈએ?

– તમારે ડરવાની જરૂર નથી. કોઈ સારા ડોક્ટરને જઈને કન્સલ્ટ કરો તેમની પાસે તમારું સૂજેલું ટેસ્ટિકલ ચેક કરાવો. તમારે કોઈ સારા યુરોલોજિસ્ટને જઈને મળવું જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો