WHO issues high risk warning regarding Omicron Variant
  • Home
  • Top News
  • ઓમિક્રોનને લઈને WHOએ જારી કરી ‘હાઈ રિસ્ક’ની ચેતવણી

ઓમિક્રોનને લઈને WHOએ જારી કરી ‘હાઈ રિસ્ક’ની ચેતવણી

 | 6:06 pm IST
  • Share

  • WHO માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મુકવા કહ્યું
  • બધા દેશોને ટ્રેસિંગ વધારવા માટે WHOએ અપીલ કરી
  • WHOએ દક્ષિણ આફ્રિકા પરના ટ્રાવેલ પ્રતિબંધો હટાવવા કહ્યું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોના વાયરસના નવા પ્રકાર ‘Omicron’ને લઈને હાઈ રિસ્કની ચેતવણી જારી કરી છે. WHOનું કહેવું છે કે ઓમિક્રોનથી જોખમ ઘણું વધારે છે. તે આખી દુનિયામાં ફેલાઈ જવાની સંભાવના છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં તેના ગંભીર પરિણામો જોવા મળી શકે છે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ ટેકનિકલ નોટ જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોનના મામલામાં મોટો ઉછાળો આવી શકે છે. જો આમ થશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

WHOએ કહ્યું છે કે, ઓમિક્રોનમાં સ્પાઇક પ્રોટીનમાં ઘણો ફેરફાર થયો છે. જે ચિંતાનો વિષય છે. આ અગાઉ WHOએ કહ્યું હતું કે, તે ‘સ્પષ્ટ નથી કે, કોવિડ-19નું નવો વેરિએન્ટ ‘ઓમિક્રોન’ ડેલ્ટા વેરિઅન્ટ સહિત અન્ય કરતા વધુ ચેપી છે. WHOએ કહ્યું હતું કે, એના વિશે કોઈ જાણકારી પ્રાપ્ત નથી જે જણાવતી હોય કે, ઓમિક્રોન સાથે સંકળાયેલા લક્ષણો અન્ય વેરિએન્ટની તુલનામાં અલગ છે.

મુસાફરી પ્રતિબંધ હટાવવા માટે કહ્યું

WHO એ કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટના ગંભીરતા સ્તરને સમજવામાં ઘણા દિવસોથી લઈને કેટલાંક અઠવાડિયાનો સમય લાગશે. WHO એ વિશ્વના અન્ય દેશોને અપીલ કરી છે કે તેઓ ઓમિક્રોન અંગેની ચિંતાઓને કારણે દક્ષિણ આફ્રિકાના દેશોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ ન મૂકે. આફ્રિકા માટે ડબ્લ્યુએચઓના પ્રાદેશિક નિર્દેશક, માત્શિદિસો મોએતીએ દેશોને મુસાફરી પ્રતિબંધો હટાવવા અને વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોનું પાલન કરવા હાકલ કરી. તેમણે કહ્યું, મુસાફરી પ્રતિબંધોને કારણે, કોવિડ ચેપ થોડો ઘટાડી શકાય છે. પરંતુ આનાથી લોકોના જીવન અને આજીવિકા પર ખૂબ જ ખરાબ અસર પડશે.

ડેલ્ટાએ ભારતમાં તબાહી મચાવી હતી

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર પાછળનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ હતો. એટલા માટે સરકાર આ વખતે પૂરી કાળજી લઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સંશોધિત નિયમો પણ જારી કર્યા છે. WHO એ જણાવ્યું છે કે દક્ષિણ આફ્રિકા અને વિશ્વભરના સંશોધકો ઓમિક્રોનના ઘણા પાસાઓને વધુ સારી રીતે સમજવા માટે અભ્યાસ કરી રહ્યા છે અને જેમ જેમ માહિતી ઉપલબ્ધ થશે તેમ આ અભ્યાસોના તારણો શેર કરવાનું ચાલુ રાખશે. સંસ્થાએ તેના 194 સભ્ય દેશોને રસીકરણને પ્રોત્સાહન આપવા અને આવશ્યક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો