WHO wanted to investigate Wuhan VIROLOGY lab, China refused
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • WHOએ કોરોનાની ઉત્પત્તિ અંગે વુહાન લેબની તપાસ કરવાની વાત કરતા જ ચીન લાલઘૂમ

WHOએ કોરોનાની ઉત્પત્તિ અંગે વુહાન લેબની તપાસ કરવાની વાત કરતા જ ચીન લાલઘૂમ

 | 6:32 pm IST
  • Share

કોરોના વાયરસ કેવી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાયો? આ હજી એક રહસ્ય છે. જો કે, અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો હજી પણ માને છે કે આ વાયરસ ચીનના વુહાન શહેરમાં બનાવવામાં આવેલી લેબમાંથી બહાર આવ્યો છે. ઘણા દેશોએ વુહાન લેબની તપાસની માંગ ઉઠાવી છે. પરંતુ ચીન તે તપાસથી ભાગી રહ્યું છે.

તાજેતરમાં જ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ કોરોના વાયરસના મૂળ માટે ચાઇના અને વુહાન લેબની ફરીથી તપાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ચીને એકદમ નકારી દીધી છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગ (NHC)ના વાઇસ પ્રધાન ઝેંગ યીક્સિને સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ ડબ્લ્યુએચઓની આ યોજનાનું પાલન નહીં કરે.

તેમણે કહ્યું કે તેમને આશ્ચર્ય છે કે ડબ્લ્યુએચઓ ફરીથી વુહાન લેબનું પરીક્ષણ કરવાની યોજના બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે લેબ લિક થિયરી એક એવી અફવા છે જે કોમન સેન્સની વિરુદ્ધ પણ છે અને તે વિજ્ઞાનનું પણ અપમાન છે.

ઝેંગે કહ્યું હતું કે કોરોના વાયરસ વિશ્વના ઘણા દેશોમાં ફેલાય ચુક્યો હતો અને જ્યારે ડિસેમ્બર 2019 માંતે વુહાનમાં ફેલાયો હતો, ત્યારે ચીન સૌથી પહેલા તે વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે જ્યારે ડબ્લ્યુએચઓ ટીમ અહીં આવી ત્યારે ચીને તેઓને જ્યાં જવા માગતા હતા ત્યાં જવા દીધા. તેઓ જે લોકોને મળવા માગતા હતા તેમને મળવા પણ દીધા. તેમણે કહ્યું, અમને આશા છે કે ડબ્લ્યુએચઓ, ચિની નિષ્ણાતોની સલાહથી વૈજ્ઞાનિક ધોરણે કોરોનાની ઉત્પત્તિ શોધી કાઢશે ન કે કોઈ રાજકીય દબાણ હેઠળ તેની તપાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન