Whoever has this number at the end of the mobile number
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • જે જાતકના મોબાઇલ નંબરના અંતમાં આ અંક હોય સાવધાન રહેવુ થશે દગો

જે જાતકના મોબાઇલ નંબરના અંતમાં આ અંક હોય સાવધાન રહેવુ થશે દગો

 | 7:25 am IST
  • Share

ડિજિટ સાયન્સ

આપણે ગત સપ્તાહમાં મોબાઇલ નંબરના અંતમાં ૫૬, ૬૫ અને ૭૪નો અંક હોય તો જાતકોના જીવનમાં કેવી કેવી અસર થઇ શકે, આ અંકોથી જાતકોને શું લાભ થઇ શકે અને શું ગેરલાભ થઇ શકે એ વિશે વાત કરી હતી, હવે આ જ શ્રેણીમાં આગળ જોઇએ.

જો મોબાઇલ નંબરના અંતમાં ૮૩ હોય તો…  

જે જાતકના મોબાઇલ નંબરના અંતમાં ૮૩નો આંકડો આવતો હોય તેવા લોકોનું જીવન હંમેશાં કામથી ભરેલું રહે છે. આ જાતકોનાં મનમાં ભૂલેચૂકે જો આળસ કે અહંકારે ઘર કરી લીધું તો આ કારણે ઘણી સમસ્યા ઊભી થશે. આ નંબરથી જાતકોને પુત્ર સંતાનપ્રાપ્તિમાં વિલંબ થવાની શક્યતા અથવા તો પુત્ર સંબંધિત ચિંતાઓ રહ્યાં કરતી હોય છે. પુત્રી સંતાન અંગે કોઇ સમસ્યા નથી હોતી, પણ પુત્ર સંતાન અંગે હંમેશાં મન મૂંઝાતું રહે છે.

જીવનમાં પ્રગતિ આડે સમસ્યા પણ ઊભી થતી હોય છે. શુભ કાર્યોમાં વિઘ્નો પણ આવતાં રહેતાં હોય છે. મોબાઇલ નંબરના અંતમાં ૮૩નો અંક હોય તેમણે મોબાઇલ નંબર બદલ્યા બાદ પણ તેની નકારાત્મક અસર તકલીફ ન આપે તે માટે ગુરુ કવચ ધારણ કરવું.

મોબાઇલ નંબરના અંતમાં ૯૨ હોય તો  

જે જાતકના મોબાઇલ નંબરના અંતમાં ૯૨ હોય તે જાતકોએ હંમેશા ઘમંડ અને દગાથી બચવું જોઇએ. આ જાતકે તેના સ્વભાવમાં ઘમંડનો પ્રવેશ ન થવા દેવો, તેમજ તેમણે કોઇપણ વ્યક્તિ પર જલદીથી આંખ બંધ કરીને વિશ્વાસ પણ ન મૂકવો. આ નંબર ધરાવતાં જાતકોની કરિયરમાં અસ્થિરતા જોવા મળે છે, પણ જો તેઓ સાવધાની રાખીને પોતાના લક્ષ્ય તરફ મહેનત કરીને આગળ વધતાં રહેશે તો સફળતા પણ મળશે. દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થશે. ૯૨નો અંક કોઇપણ જાતક માટે સાવ ખરાબ નથી માનવામાં આવતો, કારણ કે શરૂઆતના સમયમાં થોડું ચેતીને ચાલતાં લાંબાગાળે આ અંક સફળતા અપાવનાર સાબિત થઇ શકે છે. ૯૨નો અંક ધરાવનાર જાતકોએ દેવી લક્ષ્મીની ઉપાસના કરીને ચંદ્ર કવચ ધારણ કરવું જોઇએ.

જો મોબાઇલ નંબરના અંતમાં ૦૩ હોય તો  

મોબાઇલ નંબરના અંતમાં ૦૩નો અંક સ્વાભિમાનીપણાનો સંકેત કરે છે. આ અંક ધરાવનાર જાતક કોઇપણ પદ ઉપર પ્રતિષ્ઠિત થવાનો, નિરંતર ઉન્નતિ કરવાનો, કોઇપણ ક્ષેત્રે અગ્રેસર હોવાનો સંકેત પણ આપે છે. અલબત્ત, પ્રગતિ થતાં આ જાતકોએ ઘમંડથી દૂર રહેવું અને ધાર્મિક પ્રવૃત્તિમાં મન પરોવવું, જેથી સ્વભાવમાં ઘમંડ ન આવે.

  • વશિષ્ઠજી મહારાજ

guruji૦૯૩૨૨૩૨૦૦૫૫@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન