Whom do you support in India-PAK Match? Sania Mirza replied
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-પાકિસ્તાનમાં તમે કોને સપોર્ટ કરો છો? સાનિયા મિર્ઝાએ આપ્યો જવાબ

ભારત-પાકિસ્તાનમાં તમે કોને સપોર્ટ કરો છો? સાનિયા મિર્ઝાએ આપ્યો જવાબ

 | 6:05 pm IST
  • Share

  • ભારત-પાકિસ્તાન મેચને લઇ સાનિયા મિર્ઝાનો જવાબ
  • ભારત-પાકિસ્તાન મેચમાં સાનિયા કઇ ટીમને સપોર્ટ કરે છે
  • સાનિયાએ પતિ શોએબ મલિકને આપ્યો જવાબ


ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની જોડી હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ જ્યારે ટી-20 વર્લ્ડકપ 2021 રમાયો ત્યારે સાનિયા મિર્ઝા સતત સ્ટેડિયમમાં તેના પતિને સપોર્ટ કરતી જોવા મળી હતી. આ દરમિયાન બંનેનો વધુ એક ફની વીડિયો સામે આવ્યો છે, જેમાં સાનિયા મિર્ઝા અને શોએબ મલિક એક પાકિસ્તાની શોમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

શોના એન્કરે સાનિયા મિર્ઝાને બિહાઈન્ડ ધ સીન મોમેન્ટમાં એક સવાલ પૂછ્યો હતો. જેમા તેણે પૂછ્યું કે તમને કયા સવાલો પર ગુસ્સો આવે છે. જેના પર સાનિયા મિર્ઝાએ કહ્યું કે તે લોકોને વારંવાર કહે છે કે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન તે કોને સપોર્ટ કરે છે તે પ્રશ્ન ન કરે, તે ખૂબ જ કંટાળાજનક પ્રશ્ન બની ગયો છે.

પરંતુ આ દરમિયાન સાનિયાના પતિ શોએબ મલિકે એન્ટ્રી કરી અને તેણે પૂછ્યું કે હજુ વાત પૂરી નથી થઈ. કહો કે જ્યારે ભારત-પાકિસ્તાન મેચ થાય ત્યારે તમે કોને સપોર્ટ કરો છો. સાનિયાએ પણ તરત જ જવાબ આપ્યો અને કહ્યું કે જ્યારે ટેનિસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય ત્યારે તમે કોને સપોર્ટ કરો છો.

જેના જવાબમાં શોએબ મલિકે કહ્યું કે હું મારી પત્નીને સપોર્ટ કરું છું, પરંતુ મારા દેશને પ્રેમ કરું છું. જેના પર સાનિયાએ એમ પણ કહ્યું કે મારી પાસે પણ આ જ જવાબ છે, તેથી મને આ પ્રશ્ન ફરીથી ન પૂછો.

તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિક હાલના દિવસોમાં કરાચીમાં છે, બંને ઘણા ટીવી શોનો ભાગ બની રહ્યા છે. ટી-20 વર્લ્ડકપ 2021 બાદ શોએબ મલિક બાંગ્લાદેશ સિરીઝ રમવા ગયો હતો, પરંતુ પુત્રની ખરાબ તબિયતના કારણે તે પાછો આવી ગયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો