Why do children lie? Never label a child as a liar. India

બાળકો જુઠ્ઠું શા માટે બોલતાં હોય છે?

 | 4:30 am IST
  • Share

  • બાળકના જૂઠમાં છુપાયેલા મેસેજને સમજવાની કોશિશ કરો

  • બોલાયેલું જુઠ્ઠાણું મામૂલી છે કે ગંભીર એ જાણવાનો પ્રયાસ કરો

  • બાળકના હાવભાવ, ઊઠવા-બેસવાની રીત પર નજર રાખો

 

ઘણાં પેરન્ટ્સ સંતાનોને જરૂરત કરતાં વધારે રોકેટોકે છે.તેમને લાગે છે કે જો તેઓ સંતાનને ધાકમાં રાખશે નહીં તો તેઓ હાથમાંથી જતાં રહેશે  દરેક અજાણતા તો ક્યારેક જાણીજોઈને સંતાનની નાદાની સમજીને બાળકના જૂઠને તમે પણ નજરઅંદાજ કરતા હશો, પરંતુ શું તમને ખબર છે ખરી કે તમારી આ જ બેદરકારીને કારણે આગળ જતાં બાળકને જુઠ્ઠું બોલવાની આદત પડી શકે છે? જો તમારું સંતાન પણ જુઠ્ઠું બોલતાં શીખી ગયું હોય તો શું કરશો?

બાળકોની આદત પાછળ પેરન્ટ્સ જ જવાબદાર

બાળકોની જુઠ્ઠું બોલવાની આદત પાછળ ક્યાંક ને ક્યાંક પેરન્ટ્સ જ જવાબદાર હોય છે. જ્યારે બાળક મમ્મી-પપ્પાની અપેક્ષા સંતોષી શકતું નથી ત્યારે તેના મનમાં ડર હોય છે કે આ વાત મમ્મી-પપ્પાને ખબર પડી ગઇ તો તેઓ નારાજ થશે, પછી સજા ને ગુસ્સાથી બચવા તેઓ જુઠ્ઠાણું જ ચલાવે છે.

પેરન્ટ્સ ક્યારેય બાળકની આ સમસ્યાને ઊંડાણથી સમજવાની કોશિશ નથી કરતાં કે બાળક જુઠ્ઠું બોલવા માટે મજબૂર કેમ થાય છે? આજના હરીફઈના આ યુગમાં બાળક પોતે રિજેક્ટ થવાનો ડર અનુભવે છે. તેમને લાગે છે કે જો પરીક્ષામાં સારા માર્ક્સ નહીં આવ્યા તો ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ અને ટીચર્સ મજાક ઉડાવશે, ઘરમાં મમ્મી-પપ્પા ખીજવાશે એટલે માર્ક્સ સારા ન આવે તો તેઓ અપમાનિત થવાથી બચવા માટે જૂઠનો સહારો લે છે.

જો તમે તમારા બાળકને જુઠ્ઠું બોલવાની આદતથી બચાવવા માંગતા હો તો સૌથી પહેલાં એમની ખામીઓ જોવી, સમજવી અને સ્વીકારવી જરૂરી છે.

બાળકો સાથે મિત્ર જેવો વ્યવહાર કરો 

જ્યારે બાળક મોટો થઇ જાય છે ત્યારે માતાપિતાએ તેની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઇએ, કારણ કે આ ઉંમરે બાળકો પર ગુસ્સો કરવો, ખીજવાવું યોગ્ય નથી તેમ છતાં ઘણાં પેરન્ટ્સ આવું કરે છે એટલે યુવાન બાળકો પોતાના કુટુંબીજનો પાસે નાનીનાની બાબતમાં પણ જુઠ્ઠું બોલે છે.

ઘણાં પેરન્ટ્સ સંતાનોને જરૂરત કરતાં વધારે રોકેટોકે છે. તેમને લાગે છે કે જો તેઓ સંતાનને ધાકમાં રાખશે નહીં તો તેઓ હાથમાંથી જતાં રહેશે, ખરાબ સંગતમાં પડી જશે, પરંતુ આવું નથી. પેરન્ટ્સ બાળકને વાતે વાતે રોકશે તો એ જુઠ્ઠું બોલવા માટે મજબૂર થશે.

ઘણાં માતાપિતા વચ્ચે નાનીનાની બાબતોમાં પણ લડાઈ-ઝઘડા થાય છે. દા.ત. બાળક પેરન્ટ્સને તૂટેલાં વાસણ કે બહાર જવા માટે લડતાં જુએ તો તેમના મનમાં એક અલગ પ્રકારનો ડર પેસી જાય છે. એ વિચારે છે કે જો એ સાચું બોલશે કે વચ્ચે કંઈ બોલશે તો એને માર પડશે ત્યારે બાળક એકલા રહેવાનું અને જુઠ્ઠું બોલવાનું જ પસંદ કરે છે.

આજકાલનાં બાળકોને જોઇએ છે પ્રાઇવસી 

આજનાં માતાપિતા એ વાત સમજી જ નથી શકતાં કે એમના અને સંતાનોના સમયમાં બહુ બદલાવ આવી ગયો છે. આજકાલનાં બાળકોને પ્રાઇવસી જોઇએ છે. જો તેઓ ખોટાં નહીં હોય તો પણ તેમને પોતાની વાત કોઇ સાથે શૅર કરવાનું કે ચોખવટ કરવાનું ગમતું નથી, પરંતુ ઘણાં પેરન્ટ્સ આ વાત સમજવાને બદલે સંતાનની નાનીનાની વાતમાં પણ શંકા કરે છે અને અપ્રત્યક્ષ રીતે એમને ટોણા મારે છે. આજકાલનાં બાળકોનું જુઠ્ઠું બોલવા પાછળનું આ મુખ્ય કારણ છે.  

માતાપિતા અને સંતાન વચ્ચે જ્યારે વિશ્વાસ ઓછો થઇ જાય છે ત્યારે બાળકને માત્ર જૂઠ જ પોતાનો મિત્ર લાગે છે. ઘણાં પેરન્ટ્સ બાળક પર વિશ્વાસ રાખવાને બદલે બહારના પર વધારે વિશ્વાસ મૂકે છે, પરંતુ પેરન્ટ્સે બાળક પર પૂરતો ભરોસો રાખવો જોઈએ. તમારું બાળક જુઠ્ઠું બોલતું હોય તો પણ અન્ય સામે તો તમે એમની સાથે સંમત છો એવો જ દેખાવ કરો. પછી એને શાંતિથી સમજાવો. તમે એક-બે વાર આવું કરશો તો બાળકને પોતાને જ અહેસાસ થશે કે એ ખોટું કરી રહ્યો છે અને તમારી સમક્ષ સાચું જ બોલશે.

આ આજકાલની નહીં, પરંતુ બહુ જૂની સમસ્યા છે કે પેરન્ટ્સ બાળક પર ભણવાનું વધારે પડતું દબાણ કરે છે. પેરન્ટ્સે એ સમજવાની જરૂર છે કે હવે માત્ર ભણેલાં જ સફ્ળ થાય છે એવું નથી, આજીવિકા માટે ઘણા વિકલ્પો છે. જેમાં બાળકનાં રસ-રુચિ હોય એમાં આગળ વધવા પ્રોત્સાહિત કરો. પછી જુઓ તમારું બાળક એના દિલની નાનામાં નાની વાત પણ તમને જણાવશે.

પેરન્ટ્સ શું કરે

બાળકના જૂઠમાં છુપાયેલા મેસેજને સમજવાની કોશિશ કરો.

બોલાયેલું જુઠ્ઠાણું મામૂલી છે કે ગંભીર એ જાણવાનો પ્રયાસ કરો.

બાળકના હાવભાવ, ઊઠવા-બેસવાની રીત પર નજર રાખો.  

બાળકને વધારે શિખામણ આપવાની કોશિશ ન કરો. જેવું તમે બાળકને લેકચર આપવાનું શરૂ કરશો એ તમારી વાત સાંભળી- ન સાંભળી કરશે.

કોઇ પણ બાબતે ઓવર રિએક્ટ ન કરો. બાળકને પોતાની ભૂલ કબૂલવા માટે પ્રોત્સાહિત કરો.

બાળક પર તું તો જુઠ્ઠો છે એવું લેબલ ક્યારેય ન મારો.

તમારું કડક વલણ બાળકના આત્મસન્માનને કમજોર કરશે અને એ વધારે જૂઠ બોલવા લાગશે.

સૂતી વખતે બાળકને સાચું બોલનારની વાર્તા સંભળાવો.

જો બાળક વાતે વાતે જુઠ્ઠું બોલતું હોય તો કાઉન્સેલરની સલાહ લઇ આ ખરાબ આદતનું કારણ જાણવા પ્રયાસ કરો.

પેરન્ટ્સે એ વાતનું ધ્યાન પણ રાખવું જોઈએ કે સફ્ેદ જૂઠ અને ગંભીર જૂઠ વચ્ચેનો તફવત તેઓ પહેલાં સમજે પછી બાળકને સમજાવે. બાળકને વિશ્વાસમાં લો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો