જાણી લો શા માટે લોકો ડાબા હાથમાં પહેરે છે ઘડિયાળ - Sandesh
  • Home
  • Lifestyle
  • જાણી લો શા માટે લોકો ડાબા હાથમાં પહેરે છે ઘડિયાળ

જાણી લો શા માટે લોકો ડાબા હાથમાં પહેરે છે ઘડિયાળ

 | 11:43 am IST
  • Share

આજકાલ અનેક લોકોને ઘડિયાળ પહેરવાનો શોખ હોય છે. જો કે મોટાભાગના લોકો ઘડિયાળ પોતાના ડાબા હાથમાં પહેરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યુ છે કે, લોકો શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરે છે? તો આજે અમે તમને જણાવીએ છીએ એ માટેનું કારણ.

પહેલાના સમયમાં ઘડિયાળ હાથમાં નહીં પરંતુ ખિસ્સામાં મુકવામાં આવતી હતી. તમે પણ જૂના જમાનાની ચેનવાળી ઘડિયાળો જોઇ હશે જેને ખિસ્સામાં રાખવામાં આવતી હતી. અને ખિસ્સામાંથી નિકાળીને તેમાં સમય જોવામાં આવતો હતો. પરંતુ કહેવાય છે કે કેટલાક લોકો આ ચેનવાળી ઘડિયાળ હાથમાં પહેરવા લાગ્યા અને આ હાથમાં ઘડિયાળ પહેરવાનું ચલણ શરૂ થવા લાગ્યું.

એક સર્વેના જણાવ્યા અનુસાર ડાબા હાથમાં ઘડિયાળ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે, મોટાભાગના લોકો પોતાના ડાબા હાથથી વધારે કામ નથી કરતા હોતા. જ્યારે તમારો જમણો હાથ વ્યસ્ત હોય છે તો તે દરમિયાન ડાબા હાથમાં સમય જોવો ઘણો સરળ રહે છે અને કામ પણ જમણા હાથથી ચાલતું રહે છે.

તમને જણાવી દઇએ કે, જમણાં હાથથી બીજા કામ કરવાથી તમારી ઘડિયાળ પણ સુરક્ષિત રહે છે અને તેનું ગંદુ થવું, સ્ક્રેચ લાગવા અને કામની જગ્યા જેમ કે ટેબલ પર અથડાવવાની સંભાવના પણ ઓછી રહેતી હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો