why we need pathogen tracking network in the world
  • Home
  • Corona
  • શા માટે વિશ્વમાં પેથોજન ટ્રેકિંગ નેટવર્કની જરૂર છે ?

શા માટે વિશ્વમાં પેથોજન ટ્રેકિંગ નેટવર્કની જરૂર છે ?

 | 3:23 pm IST
  • Share

  • કોરોનાની લહેર અને વેરીઅન્ટનો ખતરો તોળાયેલો

  • બાયોટેરીરીસ્ટ અટેક માટે પણ સાવચેતી ખુબ જરૂરી

  • 6.9 મિલિયન લોકોની કોરોના સિક્વન્સ ઓનલાઈન

 

 

ભારત સહીત દુનિયાભરમાં અત્યારે કોરોના આમંત્રણ વગરનો મહેમાન છે. આપણે હાલમાં કોરોનાથી લડતના ત્રીજા વર્ષમાં પહોંચી ગયા છીએ ત્યારે દરેક સામાન્ય માણસને આ વિચાર આવે કે કોરોના ક્યારે અટકશે અને આપણે સૌ ક્યારે સામાન્ય જીવન જીવી શકીશું. કોરોનાની જેમ ભવિષ્યમાં બીજા પેથોજન પણ આવી શકે છે. ડેલ્ટા અને ઓમીક્રોનની જેમ કોરોનાના બીજા વેરીઅન્ટ પણ આવવાના છે. ત્યારે સમગ્ર વિશ્વમાં પેથોજન ટ્રેકિંગ નેટવર્ક બનાવવું ખુબ જરૂરી છે.

હાલમાં આ વાઇરસ સામે ધ્યાન રાખીને આપણે સૌ બચી શકીએ છીએ પરંતુ ભવિષ્યમાં આવતા વાઇરસને લઈને આપણી પૂર્વ તૈયારી હોવી ખુબ જરૂરી છે. કોરોનાના સંક્રમણ બાદ આપણને સૌને ખબર પડી કે કોઈપણ પેન્ડેમિક માટે મેડીકલ ક્ષેત્રે આપણે સજ્જ નથી. ભવિષ્યમાં કોરોનાની લહેર અને વેરીઅન્ટનો ખતરો તો છે જ સાથેસાથે નવો ફ્લુનો સ્ટ્રેઇન પણ આવી શકે છે. જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે અપને સૌએ બાયોટેરીરીસ્ટ અટેક માટે પણ સાવચેત રહેવું જોઈએ.

આગળ જતા સમગ્ર વિશ્વના દેશોએ પોતાના નાગરિકોની ચિંતા કરતા નવી ટેકનોલોજી વિકસાવવી પડશે જેથી ભવિષ્યમાં પેથોજનથી બચી શકાય. કોરોનાના લીધે વિશ્વમાં જીનોમ સિક્વન્સ માટે અઢળક ટેકનોલોજીનો વિકાસ થયો છે.  જાન્યુઆરી 2020થી 6.9 મિલિયન લોકોની કોરોના વાઇરસ સિક્વન્સ ઓનલાઈન ઉપલબ્ધ છે. દરેક વેરીઅન્ટના બદલાવની સાથે સાથે સરકારે તૈયાર રહેવાની જરૂર છે. હાલના સમયમાં વિશ્વમાં ઓટોમેટીક જીનોમ સીક્વન્સિંગ નેટવર્કની જરૂર છે. જેનાથી એન્થારેક્સ અને ઇબોલા જેવા નુકસાનકારક પેથોજન, નવા પેથોજન વગેરેના સેમ્પલ સાચવી શકાય છે. આ તમામ પ્રક્રિયા દરમિયાન આ ડેટાને ખાનગી રાખવાનું પણ ધ્યાન રાખવું પડે. આ કાર્ય ફક્ત પ્રાઇવેટ સેક્ટરમાંથી થઇ શકે તેમ નથી પરંતુ પ્રાઇવેટ અને સરકારી સેકટરે સાથે આવીને કામ કરવું પડશે. ત્યારબાદ લીધેલા ડેટાને સાચવીને તેનું નિરીક્ષણ કરવું પડે જેથી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય.  વાઇરસ ઈનપુટ સિગ્નલના માધ્યમથી કોઈ એક વિસ્તારમાં કોઈ ગંભીર રોગ ફેલાતો હોય તો તેની ખબર પડી શકે છે. જેમકે કોઈ એક વિસ્તારમાં થતા પાણીજન્ય રોગ વધારે તથા હોય ત્યારે તેના પેથોજનની જાણકારી મેળવીને સારવારના પગલા લઇ શકાય છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો