wife lodged a swapping complaint against her husband at the Sola police station in Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં પતિએ પત્નીને કહ્યું ‘મોટાભાઈ સાથે રાત્રે બેડરૂમ શેર કર, હું ભાભી સાથે શેર કરીશ’

અમદાવાદમાં પતિએ પત્નીને કહ્યું ‘મોટાભાઈ સાથે રાત્રે બેડરૂમ શેર કર, હું ભાભી સાથે શેર કરીશ’

 | 6:47 pm IST
  • Share

પશ્ચિમની સંસ્કૃતિમાં ભારતીય લોકો ઢળી રહ્યા છે. પરંતુ આ પશ્ચિમના કેટલાક ગંદા કલ્ચરથી આજે પણ ભારતીય લોકો દૂર છે પરંતુ મોડર્ન ટાઈમમાં ભારતીય સમાજના અમુક હાઈ પ્રોફાઈલ ક્લાસના લોકો પત્નીઓની અદલા-બદલીના કલ્ચરને સ્વીકારે છે. આ ગંદા કલ્ચરની એક રમતને વાઈફ સ્વેપિંગ કહેવામાં આવે છે. જેને ભારતીય સમાજ ભલે ન સ્વીકારતું હોય પરંતુ કેટલાક પોશ વિસ્તારના અમીરો તેને સ્વીકારે છે. એક જાણકારી અનુસાર ભારતમાં હવે વાઈફ સ્વેપિંગ પાર્ટીઝ થવા લાગી છે, જે મોટી હોટલોમાં ખુબ જ ગુપ્ત રીતે તેનું આયોજન કરવામાં આવે છે.

અમદાવાદમાં પણ અવારનવાર આવી ગંદી ઘટનાઓ સામે આવી ચૂકી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં કથિત વાઇફ સ્વેપિંગનો મામલો બહાર આવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં એક પરિવારના યુવકે પોતાની પત્નીને પોતાના જ મોટા ભાઇ સાથે બેડરૂમ શેર કરવા દબાણ કરતા હોવાની ફરિયાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પત્નીએ આ વાતનો વિરોધ કરવા છતા પતિ તેને દબાણ કરતો હતો. સાથે જ દહેજ માટે તે પરિણીતાને દબાણ કરતો હતો.

સોલા પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ કરી છે કે, તેનો પતિ તેની પાસે દહેજ માંગતો હતો અને પોતાના મોટા ભાઇની પત્ની અને તેને વાઇફ સ્વેપિંગ માટે દબાણ કરતો હતો. જોકે મહિલા તેનો વિરોધ કરતી તો તેની સાથે ઝઘડો કરીને તેને ચારિત્ર્યહીન કહી ખરાબ ચાલ ચલગતવળી કહેતો હતો. ફરિયાદી મહિલાએ આ બાબતે સોલા પોલીસ મથકે પતિ, જેઠ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ વીડિયો પણ જુઓ : કેન્દ્ર સરકારની વેક્સિનેશન લઈ ગાઈડલાઈન જાહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન