will booster dose protect again the omicron variant of corona ?
  • Home
  • Corona
  • શું બુસ્ટર ડોઝ ઓમીક્રોનના સંક્રમણથી બચાવશે ખરો ?

શું બુસ્ટર ડોઝ ઓમીક્રોનના સંક્રમણથી બચાવશે ખરો ?

 | 5:10 pm IST
  • Share

  • કુદરતી રીતે આગળ વધતા કોરોનાને હરાવવો અશક્ય

  • 80 ટકા વ્યક્તિઓમાં સંક્રમણ હોવા છતાં લક્ષણ રહિત

  • ડેલ્ટા વેરીઅન્ટ કરતા ઓછો ઘાતક પણ વાઈરલ લોડ વધુ

 

ભારતભરના નિષ્ણાતો અનુસાર કોરોનાના ઓમીક્રોન વેરીઅન્ટને ફેલાતા અટકાવવો અશકય છે અને દરેક વ્યક્તિને તેનાથી સંક્રમણ થવાનું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ વાઇરસને ફેલાતો અટકાવવા માટે બુસ્ટર ડોઝ કારગત નીવડવાનો નથી. ભારતમાં ઓમીક્રોન વેરીઅન્ટને માઈલ્ડ ગણવામાં આવે છે જેથી ખુબ ઓછા લોકોને દાખલ કરવા પડે છે. જેથી જનતામાં અત્યારે એક માન્યતા છે કે ઓમીક્રોનથી અત્યારે ડરવાની કોઈ જરૂર નથી.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચના સાયન્ટીફિક એડવાઈઝરી કમિટીના એપીડેમીઓલોજીસ્ટ અને ચેરપર્સન ડો. જયપ્રકાશ મુલીયીલના જણાવ્યા અનુસાર અત્યારે આપણે જે વાઇરસના સકંજામાં છીએ તે ડેલ્ટા વેરીઅન્ટ કરતા ઓછો ઘાતક છે. પરંતુ તેનું સંક્રમણ થતું અટકાવવું અશક્ય છે. હાલમાં મોટાભાગના લોકોના શરીરની અંદર ઓમીક્રોન શરદીની રીતે હાજર છે. ભારતમાં ખુબ વધારે પ્રમાણમાં રસીકરણ થવાના લીધે મોટાભાગના લોકો પાસે જીવનભર ચાલે તેટલી રોગપ્રતિકારક શક્તિ બની છે. ભારતમાં બીજા દેશો જેટલી ખરાબ પરિસ્થતિ નથી આવી તેનું સૌથી મોટું કારણ રસીકરણ જ છે. માટે કહી શકાય કે પ્રથમ ડોઝ જ બુસ્ટર ડોઝ હતો.

તેમણે ઉમેર્યું હતું કે અમુક લોકોનું માનવું છે કે તમે કુદરતી રીતે સંક્રમિત થયા હોય તો તેનાથી કોઈ રોગપ્રતિકારક શક્તિ મળતી નથી જે ખુબ ખોટી માન્યતા છે. ડો. જયપ્રકાશ અનુસાર કુદરતી રીતે કોરોના આગળ વધી રહ્યો છે તેને બુસ્ટર ડોઝ પણ રોકી શકે તેમ નથી. હાલમાં ઓમીક્રોનનું સંક્રમણ થવાના લીધે બે દિવસમાં વાઇરસ લોડ બે ગણો થઇ રહ્યો છે માટે જ્યાં સુધી વ્યક્તિને ખબર પડે કે તેને સંક્રમણ છે કે નહી ત્યાં સુધીમાં તેઓ ઘણા બધા લોકોમાં સંક્રમણ ફેલાવી ચુક્યા હોય છે. માટે જો તમારો ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય તો પણ તમે ઘણા પાછળ છો.  

કોઈપણ સરકારી મેડીકલ સંસ્થા દ્વારા કોરોના માટે બુસ્ટર ડોઝ આપવો જ જોઇએ તેવી સલાહ આપી નથી પરંતુ સંશોધન અનુસાર 60થી વધારે ઉંમરના લોકોમાં બે ડોઝ બાદ પણ રોગપ્રતિકારક શક્તિ જેવી જોઇએ તેવી બની નથી. અત્યારે 80 ટકા જેટલા વ્યક્તિઓમાં સંક્રમણ હોય છતાં તેના કોઈ લક્ષણો જોવા મળતા નથી. 40 વર્ષથી વધારે ઉંમરના ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓને બુસ્ટર ડોઝ આપવા અંગે તેમણે જણાવ્યું હતું કે અત્યારે જે લોકોમાં રોગને લઈને પ્રતિકારની શક્તિ ઓછી છે તેવા લોકોને જ બુસ્ટર ડોઝ આપવામાં આવે છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો