Windows 11 has come up with many new features
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અનેક નવાં ફીચર્સ સાથે આવી ગયું છે Windows 11

અનેક નવાં ફીચર્સ સાથે આવી ગયું છે Windows 11

 | 5:00 am IST
  • Share

ફાઈનલી માઈક્રોસોફ્ટે પોતાની Windows ઓપરેટિંગ સિસ્ટમનું ૧૧મું વર્ઝન ઓફિશિયલી લોન્ચ કરી દીધું છે. જુલાઈ ૨૦૧૫માં Windows૧૦ના રિલીઝ થયાનાં છ વર્ષ બાદ કંપનીએ નવી ઓપરેટિંગ સિસ્ટમ રિલીઝ કરી છે. આ અપડેટને Windowsની નેક્સ્ટ જનરેશન કહેવામાં આવે છે અને તે અગાઉના વર્ઝન ઉપર અનેક નવા વિઝયુઅલ ફેરફાર લઈને આવી છે. તેમાં એકદમ નવી બૂટ સ્ક્રીન અને સ્ટાર્ટઅપ સાઉન્ડ સામેલ કરવામાં આવી છે. સ્ટાર્ટ મેનુને આ વખતે વચ્ચે રાખવામાં આવ્યું છે જે અગાઉની સિસ્ટમમાં ડાબી તરફ હતું. સાથે જ મેનુ વિન્ડોને પણ બદલી દેવામાં આવી છે. Windows ૧૧માં Hi Cortana welcome સ્ક્રીન અને લાઈવ ટાઈલ જેવા એલિમેન્ટને દૂર કરવામાં આવ્યા છે.

Windows ૧૧ના સૌથી મોટા ફેરફારોમાં એક છે નવો ઈન્ટરફેસ, જે એક સેટઅપ સ્ક્રીન સાથે શરૂ થાય છે. મેન્યૂ અને વિન્ડો પર રાઉન્ડ કોર્નર છે, જે હાલના iPadOSની જેમ છે. હવે સ્ટાર્ટ મેન્યૂ સેન્ટરમાં જોવા મળશે. તમે ચાહો તો તેને સેટિંગમાં જઈને ડાબી કે જમણી બાજુ લઈ જઈ શકો છો. સ્ટાર્ટ મેન્યૂની બાજુમાં એક સર્ચ બટન પણ છે, જે યૂઝર્સને લેટેસ્ટ વિન્ડોઝ પ્લેટફોર્મ પર એપ્સ અને પ્રિ- લોડેડ ટાસ્કને શોધવામાં મદદ કરે છે.

Windows ૧૧માં નવા સાઉન્ડ અને એલર્ટ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં એકદમ નવો સ્ટાર્ટ અપ સાઉન્ડ પણ સામેલ છે. આ સિવાય નવી થીમ, વોલપેપર અને એક ડાર્ક મોડ પણ છે. એક સારા મલ્ટિટાસ્કિંગ અનુભવ માટે maximize બટન હવે તમને એક્ટિવ સ્ક્રીનને ડેસ્કટોપના જુદાજુદા હિસ્સાઓ વચ્ચે વિભાજિત કરવાનો વિકલ્પ આપે છે. માઈક્રોસોફ્ટ આ નવા અનુભવને સ્નેપ લે આઉટ્સ કહે છે. તે તમને માત્ર માઉસને maximize બટન પર લાવીને તમારા કમ્પ્યૂટર પર એક સાથે અનેક અલગ અલગ સ્ક્રીન ખોલવા દે છે. તેમાં પહેલાંથી નક્કી અનેક લે આઉટ પણ નાખવામાં આવ્યા છે.

આ સિવાય માઈક્રોસોફ્ટ મલ્ટિપલ મોનિટર સપોર્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. જેથી યૂઝર્સ માટે વર્ચ્યુઅલ ડેસ્કટોપ પર કામ કરવું હવે વધુ સરળ થઈ જશે. તે ઘણી હદે એપલના macOS મલ્ટિપલ ડેસ્કટોપ જેવું દેખાય છે. Windows ૧૧ એક સરસ ટચ કીબોર્ડની સાથે આવે છે જેમાં Tenorથી GIF ઈન્ટિગ્રેશન પણ સામેલ છે. તેમાં પ્રિ લોડેડ વર્ચ્યૂઅલ કીબોર્ડ પણ છે જેને સ્ક્રીન પર ક્યાંય પણ રાખી શકાય છે.

યૂઝર્સ આખી સિસ્ટમમાં વોઈસ ડિક્ટેશન સપોર્ટનો ઉપયોગ પણ કરી શકે છે. ટાઈપિંગને સરળ બનાવવા માટે વોઈસ ટાઈપિંગ અનો વોઈસ કમાન્ડ જેવા વિકલ્પ પણ છે. આ સિવાય વધુ સારા ટચ અનુભવ માટે અનેક ઈન્ટરફેર લેવલ ફેરફાર કરવામાં આવ્યા છે.

માઈક્રોસોફ્ટે ક્રોમિયમ પર આધારિત બ્રાઉઝરના પ્રદર્શનને પણ આગળ ધપાવ્યું છે. આ સિવાય Microsoft Edge હવે વર્ટિકલ ટેબ સપોર્ટ સાથે આવશે. નવા વિન્ડોઝમાં ઓટો HDR અને DirectX૧૨ Ultimate માટે સપોર્ટ પણ સામેલ છે. તેમાં ક્લાઉડ ગેમિંગને સક્ષમ કરવા માટે એક xCloud ઇન્ટિગ્રેશન પણ સામેલ છે. માઈક્રોસોફ્ટે વિન્ડોઝ ૧૧ પર પોતાના પ્રિ લોડેડ એપ સ્ટોર Microsoft Store માં પણ નવાં ફીચર્સ અને ડિઝાઈન જોડયાં છે.

Windows ૧૧ Windows 11 availability, free upgradeWindows૧૧ શરૂઆતમાં આવતા અઠવાડિયેથી Windows Insider મેમ્બરો માટે ટેસ્ટિંગ હેતુ ઉપલબ્ધ થશે. આ વર્ષનાં અંતમાં તે વિન્ડોઝ ૧૦ના યૂઝર્સ માટે મફતમાં અપગ્રેડ માટે ઉપલબ્ધ થશે અને નવા પીસીમાં પહેલેથી ઈન્સ્ટોલ કરેલું આવશે. માઈક્રોસોફ્ટે યૂઝર્સ માટે પીસી હેલ્થ ચેકઅપ એપ પણ લોન્ચ કરી છે, જેથી એ તપાસી શકાય કે તેમનું વિન્ડોઝ ૧૦ પીસી અપગ્રેડ યોગ્ય છે કે નહીં. એવો પણ અંદાજ છે કે કંપની આ નવી ઓપરેટિંગ સિસ્ટમને વિન્ડોઝ ૭ અને ૮ સિસ્ટમ પર પણ લાવશે. પણ તેના માટે વિન્ડોઝ ૭ પીસી ધરાવતા યૂઝર્સે પ્રથમ વિન્ડોઝ ૧૦નું લાઇસન્સ વર્ઝન ખરીદવું પડશે અને પછી તેઓ વિન્ડોઝ ૧૧માં અપગ્રેડ કરી શકશે.

Windows ૧૧ ચલાવવા માટે સિસ્ટમમાં ૪જીબી RAM અને ૬૪ GB સ્ટોરેજ, ૬૪-bit x૮૬ કે ARM પ્રોસેસરની જરૂરિયાત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન