winter special recipe ginger garlic soup recipe for winter
  • Home
  • Food & Lifestyle
  • શિયાળાની સવારે લો ગરમા-ગરમ આદુ લસણ સૂપની મજા

શિયાળાની સવારે લો ગરમા-ગરમ આદુ લસણ સૂપની મજા

 | 4:01 pm IST
  • Share

શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે શરદી, ઉધરસ જેવા મોસમી રોગોની સમસ્યા વધી જાય છે. એવામાં આદુ લસણનો સૂપ ઘરેલું ઉપચારની જેમ કામ કરે છે. આ સૂપ બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેમાં મુખ્યત્વે આદુ અને લસણનો ઉપયોગ કરવામાં આવે છે. આદુ અને લસણને કારણે આ સૂપ ચોક્કસપણે થોડો મસાલેદાર બને છે. પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

જો તમે પણ શિયાળામાં આદુ લસણનો સૂપ ટ્રાય કરવા માંગતા હોવ તો તેણે બનાવવાની સરળ રીત અહીં તમારા માટે હાજર છે, જેની મદદથી તમે ઘરે જ સ્વાદ અને આરોગ્યથી ભરપૂર આદુ લસણનો સૂપ બનાવી શકો છો.

સામગ્રી

  • આદુનો ટુકડો – 2 ઇંચ
  • લસણ – 8-10
  • ગાજર – 1/2 નંગ
  • લીલા ધાણા – 1 ચમચી
  • કોર્ન ફ્લોર – 2 ચમચી
  • કાળા મરી પાવડર – 1/2 ચમચી
  • લીંબુનો રસ – 1/2 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ

રીત

સૌપ્રથમ આદુ, ગાજર લો. તેમને પાણીથી સારી રીતે સાફ કરો. હવે લસણ લો અને તેને છોલી લો. આ પછી ગાજર અને આદુને બારીક કાપી લો અને લસણને સારી રીતે ક્રશ કરી લો. હવે એક પેન લો અને તેમાં ઘી કે માખણ નાખીને ગરમ કરો. ઘી બરાબર ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું આદુ અને લસણ નાખો. લગભગ એક મિનિટ માટે તેને ફ્રાય કરો. જ્યારે તેનો રંગ ગોલ્ડન બ્રાઉન થઈ જાય, તો ગેસ ધીમો કરીને તેમાં સમારેલા ગાજર ઉમેરો અને લગભગ 2 મિનિટ સુધી તેને સારી રીતે પકાવો. હવે તેમાં પાણી ઉમેરો અને તેણે ગેસને મધ્યમ આંચ પર લગભગ 5 મિનિટ સુધી ઉકાળો. સૂપ ઉકળે એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો. હવે કોર્નફ્લોર લો અને તેમાં પાણી મિક્સ કરીને સ્લરી બનાવીને તેને સૂપમાં નાખો. હવે આ મિશ્રણને ઓછામાં ઓછી 10 મિનિટ સુધી બરાબર પાકવા દો. 10 મિનિટ પછી જ્યારે સૂપ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં કાળા મરીનો પાવડર નાખી ગેસ બંધ કરી દો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ ઉમેરો. આ રીતે આદુ લસણનો સૂપ તૈયાર છે. હવે તેમાં સમારેલી કોથમીર ઉમેરીને ગરમાગરમ સર્વ કરી શકાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો