woman cricketer birthday jhulan goswami who took 10 wickets in single test
  • Home
  • Sports
  • Cricket
  • મહિલા ટીમની ‘બાબુલ’ ઝુલન ગોસ્વામી, એક જ મેચમાં લીધી 10 વિકેટ

મહિલા ટીમની ‘બાબુલ’ ઝુલન ગોસ્વામી, એક જ મેચમાં લીધી 10 વિકેટ

 | 11:18 am IST
  • Share

  • વિશ્વની મહાન મહિલા ક્રિકેટરોમાંની એક છે ઝુલન ગોસ્વામી

  • ODI ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારી મહિલા ક્રિકેટર

ભારતની દિગ્ગજ મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી આજે એટલે કે 25 નવેમ્બર 2021ના રોજ 39 વર્ષની થઈ ગઈ છે. અર્જુન એવોર્ડી ઝુલનનો જન્મ પશ્ચિમ બંગાળના નાદિયામાં થયો હતો. તેને મહિલા ટીમની ‘બાબુલ’ પણ કહેવામાં આવે છે. ઝુલને 2002માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે ODI ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારી મહિલા ક્રિકેટર છે.

મહિલા ટીમની ‘બાબુલ’ 

એવું કહેવાય છે કે જો BCCI ભારતમાં મહિલા ક્રિકેટ માટે ‘હોલ ઑફ ફેમ’ બનાવશે, તો સ્વાભાવિક રીતે જ ઝુલન ગોસ્વામી તેમાં હશે. તેમણે ODI ફોર્મેટમાં 240 વિકેટ લીધી છે. તેમને મહિલા ટીમની ‘બાબુલ’ પણ કહેવામાં આવે છે.

વર્ષ 2010માં ઝુલનને પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. બે વર્ષ પછી, તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. 2015માં, તે ચાર વરિષ્ઠ ખેલાડીઓમાંની એક હતી, જેમને પ્રથમ વખત BCCIએ કેન્દ્રીય કરારનો ઉચ્ચતમ ગ્રેડ આપ્યો  હતો.

ઝુલન ગોસ્વામીએ તેમની કારકિર્દીમાં 12 ટેસ્ટ, 192 વનડે અને 68 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે ટેસ્ટમાં 44, વનડેમાં 240 અને T20 આંતરરાષ્ટ્રીયમાં કુલ 56 વિકેટ છે.

2006માં ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા તેમને રાષ્ટ્રીય ટીમના વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. ખાસ વાત એ છે કે સિરીઝની એક મેચમાં ઝુલને નાઈટ વોચમેન તરીકે અડધી સદી પણ ફટકારી હતી. ભારતે તે ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી હતી.

ઝુલનને ઘણા પુરસ્કારો અને સન્માનોથી નવાજવામાં આવ્યા છે. તેમણે 2007માં ICC મહિલા ક્રિકેટરની વાર્ષિક ટ્રોફી જીતી હતી. ખાસ વાત એ હતી કે તે વર્ષે કોઈપણ ભારતીય પુરૂષ ક્રિકેટરને ICC એવોર્ડ મળ્યો ન હતો. આ પછી ટૂંક સમયમાં જ તેમને રાષ્ટ્રીય ટીમના કેપ્ટન તરીકે બઢતી આપવામાં આવી.

વર્ષ 2006માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ઝુલને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ટોન્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં કુલ 78 રન આપીને 10 વિકેટ લીધી હતી. ત્યારબાદ ભારતે 5 વિકેટે મેચ જીતી લીધી હતી. ઝુલને બંને ઇનિંગ્સમાં 5-5 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો