woman gunman with mop fight video viral on social media
  • Home
  • Featured
  • મહિલાએ આ બંદુકધારીને એવો ઢીબેડ્યો કે ચોરી કરવાનું ભુલી જશે – Video વાયરલ

મહિલાએ આ બંદુકધારીને એવો ઢીબેડ્યો કે ચોરી કરવાનું ભુલી જશે – Video વાયરલ

 | 2:20 pm IST

સોશિયલ મીડિયા પર અવારનવાર વીડિયો વાયરલ થતા રહે છે ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા મહિલા કેશ કાઉન્ટર પર હતી જ્યાં એક માસ્ક પહેરી વ્યક્તિ આવ્યો તેણે આ મહિલાને બંદુક બતાવી. આ જોતા સ્પષ્ટ થાય છે કે તે કાઉન્ટરમાં રાખેલા પૈસા લેવા આવ્યો હતો. પરંતું આ મહિલાએ જરાય બીક રાખ્યા વગર તેનો સામનો કર્યો અને બંદુકધારી શખ્સને સ્ટોરથી બહાર કાઢી મુક્યો.

ઉલ્લેખનીય છે કે આ ઘટના ફેબ્રુઆરી મહિનામાં પોલેન્ડમાં થઇ હતી. જે વીડિયો ફરી એક વખત વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં લોકો મહિલાના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક વ્યક્તિ કેશ કાઉન્ટર પર બંદુક બતાવે છે. પરંતુ તે મહિલા તેનાથી ડર્યા વગર હિમ્મતથી કામ લે છે અને તે વ્યક્તિને મોપ(પોતા કરવાનું મોપ) વડે મારે છે અને તેને ભગાડી મૂકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન