woman stopped wearing saree in delhi restaurant people are getting angry
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતમાં તાલિબાન જેવું વર્તન! રેસ્ટોરન્ટમાં સાડી પહેરીને આવવાની મહિલાને ઘૂસવાની જ ના પાડી દીધી

ભારતમાં તાલિબાન જેવું વર્તન! રેસ્ટોરન્ટમાં સાડી પહેરીને આવવાની મહિલાને ઘૂસવાની જ ના પાડી દીધી

 | 6:15 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે જ્યારે આજે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમે પણ ગુસ્સાથી લાલચોળ થઇ જશો. ખરેખર, ટ્વિટર પર #Saree  ટ્રેન્ડ કરી રહ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે જેમા એક મહિલાને કહેવામાં આવી રહ્યું છે કે સાડીમાં રેસ્ટોરન્ટની અંદર થઇ શકશે નહીં. જેવો જ તે મહિલાએ આ વીડિયો ટ્વિટર પર અપલોડ કર્યો તે મામલો ચર્ચાનો વિષય બની ગયો છે.

આ પોસ્ટ શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે આ કોણ નક્કી કરશે કે સાડી ‘સ્માર્ટ વિયર’ નથી? મેં અમેરિકા, યુએઇની સાથે સાથે યુકેની સૌથી સારી રેસ્ટોરન્ટમાં સાડી પહેરી છે. મને કોઇએ રોકી નથી અને કોઇ અક્વીલા રેસ્ટોરન્ટ (Aquila restaurant) ભારતમાં એક ડ્રેસ કોડ બનાવીને નક્કી કરી રહ્યા છે કે સાડી સ્માર્ટ નથી.! આ આશ્ચર્ય જનક છે.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે રેસ્ટોરન્ટમાં કામ કરનારી મહિલાકર્મીને કહે છે કે મને બતાવો કે ક્યાં લખ્યું છે કે સાડી અલાઉડ નથી. તેના જવાબમાં તે કહે છે કે અમે તમને સ્માર્ટ કેજુઅલ અલાઉ કરી રહ્યા છે અને સાડી પહેરી અંદર જવા માટે પરવાનગી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો