World Adult Day on 18th November : Top 5 countries with oldest population
  • Home
  • Top News
  • World Adult Day: દુનિયાના આ 5 દેશોમાં સૌથી વધુ વૃદ્ધ

World Adult Day: દુનિયાના આ 5 દેશોમાં સૌથી વધુ વૃદ્ધ

 | 6:30 am IST
  • Share

દર વર્ષે 18મી નવેમ્બેરને વિશ્વ પુખ્ત દિવસ (World Aduly Day) તરીકે પૃથ્વી પર વધતી ઉંમરની વસતીને ચિહ્નિત કરવા અને આ તથ્યનો જશ્ન મનાવા માટે ઉજવાય છે અને દુનિયાભરમાં લાખો લોકો આ હકીકતની ઉજવણી કરે છે. પાછલી સદીમાં મોટે ભાગે સારી હેલ્થકેર સિસ્ટમના કારણે આખી દુનિયાએ આયુષ્યમાં નોંધપાત્ર પ્રગતિ જોઈ છે. WHOના મતે 1910માં મહિલાઓનું આયુષ્ય 33 વર્ષ હતું, તે આજે વધીને 82 વર્ષ થયું છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે 2000 થી 2050ની વચ્ચે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોની ચોક્કસ સંખ્યા 6.05 કરોડથી વધીને 200 કરોડ થવાની ધારણા છે. તો આવો આપણે જાણીએ દુનિયાના કયાં પાંચ દેશોમાં સૌથી વધુ વૃદ્ધ છે.

1. જાપાન


આ યાદીમાં એકમાત્ર એશિયન દેશ જાપાનમાં સૌથી વધુ વૃદ્ઘ લોકોની વસ્તી છે. હાલમાં જાપાનમાં 65 વર્ષથી વધુ ઉંમરના દર 4 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ છે. જાપાનની કુલ વસ્તીના 29 ટકા લોકો 65 અને તેથી વધુ વર્ષના છે. દેશમાં સરેરાશ આયુષ્ય 83 વર્ષનું છે. GAP ઇન્ડેક્સ મુજબ, 60 વર્ષ અને તેથી વધુ વયના લોકો 2040 સુધીમાં વસ્તીના 43 ટકાથી વધુ હોવાનો અંદાજ છે. દેશમાં વૃદ્ધો અને યુવાનનો રેશિયો 1.74:1 છે. માત્ર 13.1 ટકા વસ્તી 14 વર્ષથી ઓછી વયની છે.

2. મોનાકો


મોનાકો વિશ્વના સૌથી વધુ ગીચ વસ્તીવાળા દેશોમાંથી એક છે અને તે બીજા નંબરે સૌથી વધુ વૃદ્ધિ વસ્તીવાળો દેશ છે. આ દેશમાં સરેરાશ ઉંમર 49.4 વર્ષ છે. દેશમાં લગભગ 30, 539 લોકો રહે છે, જેમાંથી 26.9 ટકા વસ્તી 65 વર્ષ કે તેનાથી વધુ વર્ષના છે. વર્લ્ડ બેંકના મતે 2009માં દેશના કુલ જીડીપીના માત્ર 1.2 ટકા જ શિક્ષણ પર ખર્ચ થયો હતો.

3. ઇટલી


દેશમાં 65 વર્ષ કે તેથી વધુ વયની વસ્તીમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2005 અને 2010માં કુલ વસ્તીના 20 ટકા લોકો વૃદ્ધ હતા. GAP ઈન્ડેક્સ મુજબ 2040 સુધીમાં ઈટલીની 40 ટકા વસ્તી 60 કે તેથી વધુ વયની થઈ જશે. ઈટલીમાં વૃદ્ધ અને યુવાનનો રેશિયો 1.47:1 છે. 13.8 ટકા વસ્તી 0-14 ટકા વચ્ચે છે

4. જર્મની

યુરોપિયન દેશોમાં સૌથી વધુ વસતી ધરાવતું અને બીજું સૌથી મોટું અર્થતંત્ર આ યાદીમાં ચોથા નંબરે છે. કુલ જર્મનોમાંથી 22 ટકા 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે. 2006થી તેમાં 3 ટકા ટકાનો વધારો થયો છે. 14 વર્ષ સુધીની યુવા પેઢી 13.3 ટકા છે અને વૃદ્ધથી યુવાનોનો રેશિયો 1.54:1 છે. દેશમાં પુરૂષોની સરખામણીમાં 65 વર્ષ કે તેથી વધુ વયની 23 લાખ વધુ મહિલાઓ છે.

5. ગ્રીસ


2006માં ગ્રીસમાં 65 વર્ષ કે તેથી વધુ વયના લોકોની વસ્તી 18 ટકા હતી. 2010માં તે વધીને 19 ટકા થઈ અને હવે તે 22 ટકા છે. દેશની કુલ વસ્તીના લગભગ એક ચતુર્થાંશ લોકો પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યા છે. આથી સરકાર માટે મોટી સમસ્યા ઊભી થઈ છે કારણ કે તેમણે આ તમામ નિવૃત્ત લોકોને પેન્શન ચૂકવવાનું છે. દેશમાં કુલ વસતીના 0-14 વર્ષના લોકો 14.2 ટકા છે. જ્યારે વૃદ્ધ થી યુવાનનો રેશિયો 1.38:1 છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો