World Costliest Ice Cream Sold in Dubai, One Scoop Price 840 Dollars
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આ છે દુનિયાની સૌથી મોંઘી આઈસ્ક્રીમ, એક કપની કિંમત એક તોલા સોના કરતાં પણ મોંઘી

આ છે દુનિયાની સૌથી મોંઘી આઈસ્ક્રીમ, એક કપની કિંમત એક તોલા સોના કરતાં પણ મોંઘી

 | 2:02 pm IST
  • Share

તમે મોંઘામાં મોંઘી કેટલા રૂપિયાની આઈસ્ક્રીમ ખાધી હશે? સો, બસો, પાંચસો કે હજાર. પણ આજે અમે તમને એક એવી આઈસ્ક્રીમ વિશે જણાવીશું જેની કિંમત દુનિયામાં સૌથી મોંઘી છે. અને તેની કિંમત એક તોલા સોના કરતા પણ વધારે છે. તમને જાણીને આશ્ચર્ય થતું હશે. તો જાણો આ આઈસ્ક્રીમ એવું તો શું છે કે જેથી તેની કિંમત આટલી મોંઘી છે.

દુબઈમાં મળતી દુનિયાની સૌથી મોંઘી આઈસ્ક્રીમનું નામ બ્લેક ડાયમંડ છે. તેના એક સ્કૂપની કિંમત 840 ડોલર એટલે કે 60 હજાર રૂપિયા છે. તેને દુબઈની સ્કૂપી કેફે બનાવે છે. આ સમયે 22 કેરેટ સોનાના એક તોલાની કિંમત 50 હજાર રૂપિયાથી ઓછી છે.

આ આઈસ્ક્રીમની ખાસ વાત તેના ઈન્ગ્રીડિયન્ટ્સ છે. તેને ફ્રેશ વેનિલા બીન્સથી બનાવવામાં આવે છે. અને તેમાં ઉચ્ચ ક્વોલિટીનું કેસર અને બ્લેક ટ્રફ્લ પણ નાખવામાં આવે છે અને તેને તમારી આંખો સામે જ બનાવવામાં આવે છે. એટલું જ નહીં આઈસ્ક્રીમને સર્વ કરવા માટે તેનું ગાર્નિશિંગ 23 કેરેટ સોનાથી કરવામાં આવે છે. તે ખાવા માટેનું સોનું હોય છે. આ આઈસ્ક્રીમને સર્વ કરવાનો અંદાજ પણ અનોખો છે.

આઈસ્ક્રીમ તો મોંઘી છે જ, પણ તેને સર્વ કરવા માટે આપવામાં આવતો કપ પણ તેટલો જ મોંઘો છે. આ આઈસ્ક્રીમને કેફે બ્લેક અને ગોલ્ડ કલરના સ્પેશિય Versace બાઉલમાં સર્વ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન