world most dangerous prison gitarama central jail see photos
  • Home
  • Featured
  • PHOTOS: વિશ્વની સૌથી ખતરનાક જેલ, કેદીઓ જ એકબીજાને મારી નાખે અને લાશ પણ ખાય જાય!

PHOTOS: વિશ્વની સૌથી ખતરનાક જેલ, કેદીઓ જ એકબીજાને મારી નાખે અને લાશ પણ ખાય જાય!

 | 3:20 pm IST

જે લોકો સમાજ માટે દુષણ હોય અને સમાજ વ્યવસ્થાને ઠેસ પહોંચાડતાં હોય એવા તમામ લોકોને પોલીસ જેલમાં પુરી રાખે છે. પરંતુ એક જેલ દુનિયાની ખતરનાક જેલ છે. આ જેલમાં કેદીઓના જીવનને દર સેકન્ડે ખતરો રહે છે. આ જેલનું નામ છે ગીતારામા સેન્ટ્રલ જેલ. જે આફિક્રી દેશ રવાંડામાં આવેલી છે. એવું કહેવામાં આવે છે કે આ જેલમાં સુરક્ષાકર્મી કેદીઓને બિલકુલ નુકસાન નથી પહોંચાડતા. પરંતુ કેદીઓ જ અરસ પરસ એકબીજાને મારી નાંખે છે. હેરાન કરનારી વાત તો એ છે કે કેદીઓ લાશ પણ ખાય જાય છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગીતારામા સેન્ટ્રલ જેલની ક્ષમતા 600 કેદીઓની છે. પરંતુ આ જેલમાં 7000થી પણ વધારે કેદીને રાખવામાં આવે છે. જેલમાં જગ્યા ઓછી હોવાના કારણે કેદીઓને ઉભા ઉભા જ દિવસ વિતાવવો પડે છે. બધા દિવસ રાત ઉભા જ હોવાના કારણે કોઈને કોઈ બિમારીમાં સપડાઈ જાય છે. જેના લીધે મોત થઈ જાય છે. રોજ 8 કેદીઓના મોત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન