World today asteroid will pass a distance of 60 lakh km from earth 29th April 2020
  • Home
  • Featured
  • આજે પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે એસ્ટરોઇડ, શું ખરેખર ધરતી પર આવશે પ્રલય?

આજે પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે એસ્ટરોઇડ, શું ખરેખર ધરતી પર આવશે પ્રલય?

 | 8:27 am IST

કોરોના સંક્રમણથી હાલ દુનિયાના લોકોમાં ડર છે. જ્યારે બીજી તરફ એક વિશાળ એસ્ટરોઇડધરતીની નજીકથી પસાર થવાનો ડર લોકોમાં સતાવી રહ્યો છે. એસ્ટરોઇડ29 એપ્રિલ આજે ધરતીની નજીકથી પસાર થવાનો છે. પરંતુ નિશ્ચિંત રહો. ડરવાની કોઇ વાત નથી. એસ્ટરોઇડપૃથ્વીથી 60 લાખ કિમી દૂરથી પસાર થશે એવામાં પૃથ્વીન પર પ્રલય કે સુનામીની કોઇ આશંકા નથી.
ખાસ કરીને સોશિયલ મીડિયાની અફવાઓ પર બિલકુલ ધ્યાન ન આપો.

આ જાણકારી આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાન એરીજ નૈનિતાલના ખગોળ વૈજ્ઞાનિક ડો, શશિભૂષણ પાંડેએ આપી છે. જણાવી દઇએ કે હાલ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર એસ્ટેરોઇડનું પૃથ્વી સાથે ટકરાવવાથી પ્રલય આવવા જેવી ખબરો ચાલી રહી છે. જેને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિકો અનુસાર એસ્ટેરોઇડના પૃથ્વીના ટકરાવવાની આશંકા પૂર્ણ રીતે ફગાવવામાં આવી છે.

ધરતીની નજીક આવી રહેલા એસ્ટેરોઇડનો આકાર આશરે આશરે ચાર કિમી માનવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ તેનું નામ 52768 તેમજ 1998 ઓઆર-2 આપ્યું છે. તેની શોધ 1998માં થઇ હઇ હતી. ત્યારથી તેની પર વૈજ્ઞાનિકો સતત અધ્યયન કરી રહ્યા છે. સૂર્યની પ્રરિક્રમા કરવામાં તેને 1344 દિવસનો સમય લાગી જાય છે. આ જેટલો વિશાળ છે. જો ધરતીથી ટકરાઇ જાય તો તેનાથી થોડોક પણ સંદેહ નથી કે મહા વિનાશ લાવી શકે છે. પરંતુ એવું કઇ પણ થવાનું નથી. જ્યારે આ પૃથ્વીની નજીકથી પસાર થશે ધરતી અને તેની વચ્ચે 63 લાખ કિમીનું અંતર હશે.

આમ તો ધરતીથી એસ્ટેરોઇડનું અંતર 63 લાખ કિમી વધારે માનવામાં આવતું નથી. પછી તેને ધરતીથી ટકરાવવાની આશંકા દૂર-દૂર સુધી નથી. જોકે આ દિવસોમાં ઇન્ટરનેટ તેમજ સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓ પાયાવિહોણી છે. ભવિષ્યમાં આ ગ્રહ તેનાથી પણ ખૂબ નજીકથી થઇને પસાર થશે. વૈજ્ઞાનિકોએ તેની ગણના પણ કરી લીધી છે. આ એસ્ટેરોઇડ જ્યારે 2197 માં ધરતીની નજીક પહોંચશે ત્યારે આ અંતર ધરતીથી 18 લાખ કિમી હશે ત્યારે પણ તેને ધરતીથી ટકરાવવાની સંભાવના નથી.

ભારતીય તારા ભૌતિકી સંસ્થાના બેંગલુરુના સેનિ વૈજ્ઞાનિક પ્રો. આરસી કપૂરનું કહેવું છે કે ધરતીની નજીકથી પસાર થઇ રહેલા એસ્ટેરોઇડના પૃથ્વીથી ટકરાવવાની સંભાવના બિલકુલ નથી. આવા ઘણા એસ્ટેરોઇડ છે જે ઘણી વખત ધરતીથી નજીક થઇ ને પસાર થાય છે.

આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાન એરીજના ખગોળ વૈજ્ઞાનિક ડો. શશિ ભૂષણ પાંડેનું કહેવું છે કે વિજ્ઞાન એટલું સારુ થઇ ચુક્યું છે કે ધરતીથી ટકરાનારા કોઇ પણ એસ્ટેરોઇડ કે ઉલ્કા ટકરાવવથી રોકી શકાય છે. જેથી એસ્ટેરોઇડ 52768ની ધરતી પર ટકરાવવાની આશંકા ખોટી કરવામાં આવી રહી છે.

આ પણ જુઓ : ઉત્તર ગુજરાતમાં બે દિવસમાં 678 શંકાસ્પદ કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન