• નેપાળમાં ભૂકંપથી તબાહી સર્જાઈ
  • નેપાળના ભૂકંપ પર PM મોદીએ દુઃખી વ્યક્ત કર્યું
  • નેપાળમાં ભૂકંપના કારણે થયેલા જાનહાનિ અને નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું

નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. 6.4ની તીવ્રતાના આ ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 129 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે નેપાળના ભૂકંપ પર PM મોદીએ દુઃખી વ્યક્ત કર્યું છે.

[[$googlead]]


[[$alsoread]]

નેપાળને શક્ય તમામ મદદ કરશે

નેપાળને શક્ય તમામ મદદની ખાતરી આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, નેપાળમાં ભૂકંપના કારણે થયેલા જાનહાનિ અને નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. અમારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.


જણાવવામાં આવી રહ્યું છે કે રૂકુમ પશ્ચિમ અને જાજરકોટમાં ભૂકંપના કારણે મોટાભાગના લોકોના મોત થયા છે. મૃતકો વિશેની માહિતી રૂકુમ પશ્ચિમના ડીએસપી નામરાજ ભટ્ટરાઈ અને જાજરકોટના ડીએસપી સંતોષ રોક્કાએ આપી છે. નેપાળમાં તબાહી મચાવનાર ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની અસર દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. બિહારના પટના અને મધ્યપ્રદેશના ભોપાલ સુધી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.


  • Follow us on: