• ચીનની વસ્તીનો 80 ટકા હિસ્સો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યો છે
  • 13,000 મૃત્યુઆંકમાં હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીઓનો જ સમાવેશ થાય છે
  • ચીનમાં નવી લહેર આવવાની સંભાવના ઘણી ઓછી છેઃ નિષ્ણાતો

ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા એક અઠવાડિયામાં અહીં 13,000 લોકોનાં મોત થયા છે. નિષ્ણાંતોએ સ્થિતિ વકરવાની ચેતવણી આપી છે. ચીનની વસ્તીનો 80 ટકા હિસ્સો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યો છે. ચીનના વૈજ્ઞાનિક દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. ચાઈના સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનનાં વાઈરોલોજિસ્ટ વૂ જૂન્યૌએ જણાવ્યું હતું કે હવે ચીનમાં નવી લહેર આવવાની સંભાવના ઘણી ઓછી છે. આવનારા બે-ત્રણ મહિનામાં સંક્રમણ વધવાની શક્યતા નથી કારણ કે 80 ટકા વસ્તીને કોરોના થઈ ચૂક્યો છે.

ચીને જણાવ્યું કે લોકો કેવી રીતે મૃત્યુ પામ્યા

ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાવાયરસ ચેપને કારણે શ્વસન સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ 681 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ સમયગાળા દરમિયાન 11,977 લોકો કોરોના સંક્રમણની સાથે અન્ય ઘણી બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા હતા. આ આંકડાઓમાં એવા લોકો સામેલ નથી કે જેઓ ઘરે કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે.

નિષ્ણાતોએ ચીનમાં નવી લહેરને નકારી

ચાઇના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મુખ્ય રોગચાળાના નિષ્ણાત વુ ઝુન્યુએ જણાવ્યું હતું કે ચીન આગામી બેથી ત્રણ મહિનામાં કોવિડ ચેપના બીજી લહેરનો સામનો કરશે નહીં, કારણ કે મોટાભાગની વસ્તી પહેલાથી જ વાયરસથી સંક્રમિત છે. 21 જાન્યુઆરીએ ચીનમાં લુનાર નવું વર્ષ હતું જેની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો ઠેકઠેકાણે એકઠા થયા હતા અને લાખોએ પ્રવાસ કર્યો હતો. જો કે, આનાથી મૃત્યુઆંક વધવાની અપેક્ષા નથી.


  • Follow us on: