• ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 4 દિવસીય યુદ્ધવિરામ
  • 24 નવેમ્બરે 24 બંધકોને હમાસે કર્યા હતા મુક્ત
  • ઈઝરાયલી બંધકના બદલામાં 3 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 24 નવેમ્બર થી શરૂ થયેલા 4 દિવસીય યુદ્ધવિરામને કારણે બીજા દિવસે એટલે કે 25 નવેમ્બરે વધુ 14 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવશે.

ઇઝરાયેલના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 24 નવેમ્બર થી શરૂ થયેલા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 4 દિવસીય યુદ્ધવિરામને કારણે હમાસ દ્વારા શુક્રવારે 24 બંધકોને મુક્ત કર્યા હતા. જોકે આજ ફરી 14 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવશે. કતાર દ્વારા મધ્યસ્થી કર્યા પછી, ઉગ્રવાદી સંગઠન હમાસ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 50 બંધકોને મુક્ત કરવા માટે સંમત થયા છે. તે જ સમયે, શનિવારે ઇઝરાયેલ જેલ સેવાના નિવેદન અનુસાર, 42 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે.

ઈઝરાયલી બંધકના બદલામાં 3 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે એક સમજૂતી થઈ છે કે દરેક ઈઝરાયેલ બંધકના બદલામાં ત્રણ પેલેસ્ટિનિયન કેદીઓને ઈઝરાયેલની જેલોમાંથી મુક્ત કરવામાં આવશે. ઈઝરાયેલના PM કાર્યાલય હાલમાં માને છે કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ ગાઝામાં 213 લોકોને બંધક બનાવવામાં આવ્યા છે. બંને પક્ષો વચ્ચેના કરાર હેઠળ 13 ઇઝરાયેલ નાગરિકો સહિત બંધકોના પ્રથમ જૂથને શુક્રવારે (24 નવેમ્બર) હમાસની કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલા લોકોનું મેડિકલ ચેકઅપ કરનારા ડોક્ટરોએ શનિવારે જણાવ્યું કે મુક્ત થયા બાદ લોકોની હાલત સારી અને સ્થિર છે.

અત્યાર સુધીમાં કુલ 24 બંધકોને હમાસે કર્યા મુક્ત

તેલ અવીવના પૂર્વમાં પેતાહ ટિકવાના સ્નેડર ચિલ્ડ્રન્સ મેડિકલ સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે ઇઝરાયેલ પરત ફરેલા ચાર બાળકો અને ચાર મહિલાઓની હાલત સારી છે. તે જ સમયે, તેલ અવીવના અન્ય મેડિકલ સેન્ટરમાં દાખલ પાંચ લોકોની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. શુક્રવારે 10 થાઈ નાગરિકો અને એક ફિલિપિનો નાગરિકને પણ હમાસ દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 24 બંધકોને હમાસના ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યા છે.

  • Follow us on: