- લાઓસમાં વિવિધ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં 17 ભારતીયો ફસાઈ ગયા હતા
- વિદેશ મંત્રી એસ જયશંકરે એક્સ પર આ અંગેની જાણકારી આપી
- ભારતીય વિદેશ મંત્રાલય ફરી બીજા દેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું કામ કર્યું
વિદેશમાં ફસાયેલા ભારતીયો માટે મોદી સરકારે હંમેશા હનુમાનની ભૂમિકા ભજવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ફરી એકવાર હનુમાનજીની છબીને મુશ્કેલી નિવારક સાબિત કરી છે. લાઓસમાં ગેરકાયદેસર પ્રવૃતિઓમાં ફસાયેલા 17 ભારતીયોને પરત લાવવાની ખાતરી કરીને 17 ભારતીયો અને તેમના પરિવારોને મોટી રાહત આપી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે પોતાની એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે લાઓસમાં ગેરકાયદેસર કામની લાલચમાં ફસાયેલા 17 ભારતીય કામદારોને સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે.
લાઓસથી ભારતીયો વતન પરત ફર્યા
વિદેશ મંત્રીએ આ મામલે મદદ કરવા બદલ લાઓસમાં ભારતીય દૂતાવાસની પ્રશંસા કરી. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, "મોદીની ગેરંટી દેશ અને વિદેશમાં દરેક જગ્યાએ દરેક માટે કામ કરે છે. લાઓસમાં ગેરકાયદેસર અને ખતરનાક કામમાં છેતરાયેલા 17 ભારતીય કામદારો ઘરે પરત ફરી રહ્યા છે.તેમણે કહ્યું, “લાઓસમાં ભારતીય દૂતાવાસે સારું કામ કર્યું છે. સલામત વળતરમાં સહાય માટે લાઓ સત્તાવાળાઓનો આભાર.'' વિદેશ મંત્રાલયે ગુરુવારે ભારતીય નાગરિકોને કંબોડિયામાં આકર્ષક નોકરીની તકોનું વચન આપતા માનવ તસ્કરોનો શિકાર ન થવા સામે ચેતવણી આપી હતી.
વિદેશમાં ભારતીયોને સાવધાન રહેવાની સલાહ
વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે દક્ષિણ-પૂર્વ એશિયન દેશમાં નોકરી શોધતા ભારતીયોએ ભવિષ્યનું વિચારીને તપાસ કરીને પછી પગલાં ભરવા જોઈે. કબોડિયામાં આકર્ષક નોકરીનું બહાનું આપી ખોટા વાયદામાં આવી એક ભારતીય નાગરિક માનવ તસ્કરોના જોળમાં સપડાઈ ગયો હતો. આવામાં તમામ ભારતીયોએ આવા જાળમાં ન ફસાવાની સલાહ આપી હતી. જોયા અને તપાસ કર્યા વગર આવા લોકોની વાતમાં ન આવવાની વિદેશ મંત્રાલયે સલાહ આપી હતી.